અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરનાર આરોપી 19 વર્ષ બાદ પકડાયો. જાણો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા આ કેસની વિગત

|

Jan 11, 2022 | 5:25 PM

2003થી વોન્ટેડ આરોપીને પકડવા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. પાગલ હોવાનું નાટક કરી ફરાર થઈ ગયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યો ત્યારે તે સ્વસ્થ મળી આવ્યો હતો.

અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરનાર આરોપી 19 વર્ષ બાદ પકડાયો. જાણો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચેલા આ કેસની વિગત
Accused of murder in love affair caught 19 years later

Follow us on

અમદાવાદ (Ahmedabad) માં 2003માં ભત્રીજીના પ્રેમીની હત્યા (Murder) કરી ફરાર થઈ ગયેલા આરોપીને 19 વર્ષ બાદ ભાણવડ (Bhanvad) તાલુકાના ઘુમલી (Ghumali) ગામથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) એ ઝડપી પાડ્યો છે. આરોપીના પરિવારજનોએ એવી સ્ટોરી ઘડી કાઢી હતી કે આરોપી પાગલ છે અને ઘરેથી ગુમ થઈ ગયો છે જોકે તે પકડાયો ત્યારે ખ્યાલ આવ્યો કે તે સંપુર્ણ સ્વસ્થ છે.

2003માં બનેલી હત્યાની ઘટનાની વાત કરીએ તો 2003માં આરોપી દિનેશ વાળાની ભત્રીજીને જયેશ ગોહિલ નામના યુવક સાથે પ્રેમ સબંધ હતો. જેની જાણ આરોપી દિનેશ અને તેના પરિવારને થતા તેઓએ જયેશને માર મારીને હત્યા કરી હતી.

આ હત્યાના ગુનામાં અગાઉ દિનેશના 3 ભાઈઓ હસમુખ વાળા, દેવજી વાળા અને દિલીપ ઉર્ફે દિપક વાળની પોલીસ (Police) એ ધરપકડ કરી હતી. જ્યારે દિનેશ માનસિક અસ્થિર હોવાથી ઘરેથી નીકળી ગયો હોવાનું પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

પ્રેમ સંબંધની અદાવતમાં જયેશ ગોહિલની હત્યા કરીને આરોપી દિનેશ અમદાવાદથી ફરાર થઇ ગયો હતો. દિનેશના પરિવારે તે પાગલ હોવાથી ઘરેથી નીકળી ગયો હોવાની વાર્તા ઘડી કાઢી હતી. સ્થાનિક પોલીસે આરોપીની શોધખોળ કરી પરંતુ તેનો કોઈ પતો લાગ્યો નહિ.
બીજી બાજુ 19 વર્ષથી વોન્ટેડ આરોપી પકડાય અને મૃતક જયેશને ન્યાય મળે માટે તેના પરિવારે છેક સુપ્રીમ કોર્ટ સુધી લડત આપી હતી.

સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ અમદાવાદ પોલીસ કમિશ્નરને આરોપીને પકડવા હુકમ કર્યો હતો. આ હુકમ બાદ પોલીસ કમિશ્નર દ્વારા ક્રાઇમ બ્રાન્ચના DCPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી હતી.. અને ટેક્નિકલ સેલ તેમજ બાતમીના આધારે હત્યાના વોન્ટેડ આરોપી દિનેશ વાળાને ક્રાઇમ બ્રાન્ચે પકડીને જેલ હવાલે કર્યો..

પાગલ બનીને 19 વર્ષથી ફરાર થયેલ આરોપી પકડયાઓ ત્યારે તે સંપૂર્ણ સ્વસ્થ હતો. તેને છુપાવવા અને ફરાર કરવામાં કોઈની સંડોવણી હતી જે પણ બહાર આવ્યું છે. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની મદદ કરનાર આ લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad : પતંગ પકડવા જતાં 9 વર્ષના બાળકને 11,000 કિલોવોટનો કરંટ લાગ્યો, જીવ બચાવી લેવાયો

આ પણ વાંચોઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા તરીકે શેહજાદ ખાન પઠાણની નિમણૂક

Next Article