ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં નજીવો ઘટાડો થતાં તંત્રની ચિંતામાં ઘટાડો

|

Jun 20, 2022 | 11:48 PM

અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના 99 નવા કેસ નોંધાયા છે. સુરતમાં 45, વડોદરામાં 31, ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 7, મહેસાણામાં 4 નવા દર્દીઓ મળ્યા છે.

ગુજરાત (Gujarat) માં કોરોના (Corona) ના કેસ (Case) માં નજીવો ઘટાડો થતાં તંત્રની ચિંતામાં થોડો ઘટાડો થયો છે. રાજ્યમાં સતત 5 દિવસથી 200થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 217 નવા કેસ નોંધાયા છે. જ્યારે 130 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.99 ટકા થયો છે. હાલમાં 1374 એક્ટિવ કેસ છે. તો સતત પાંચમા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે. જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1461 એક્ટિવ કેસ છે. 5 દર્દી વેન્ટિલેટર પર છે અને 1456 દર્દીઓની હાલત સ્થિર છે.

બીજી તરફ અમદાવાદમાં પણ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, પણ કેસ વધવાની ગતી ધીમી પડી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના 99 નવા કેસ નોંધાયા છે. સુરતમાં 45, વડોદરામાં 31, ગાંધીનગરમાં 9, ભાવનગરમાં 7, મહેસાણામાં 4 નવા દર્દીઓ મળ્યા છે. તો રાજ્યભરમાં 45,769 નાગરિકોને કોરોનાની રસી અપાઈ છે જ્યારે અત્યાર સુધી ગુજરાતમાં રસીના કુલ 11.08 કરોડથી વધુ ડોઝ અપાયા છે.

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર દ્વારા પણ ગુજરાત રાજ્યમાં સતત વધતા જતા કોરોના સંક્રમણ લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી અને તમામ લોકોને સરકાર દ્વારા બનાવવામાં આવેલા કોરોના પ્રોટોકોલનું પાલન કરવા માટે જણાવ્યું. એક તરફ સરકાર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે ભીડ ભાડવાળી જગ્યાએ જવાનું ટાળવામાં આવે અને કોરોના નિયમોનું પાલન કરવામાં આવે, ત્યારે ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ દ્વારા પણ કોરોના સંક્રમણને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

Published On - 11:48 pm, Mon, 20 June 22

Next Video