Ahmedabad : પાંચમા સિરો સર્વેના આંકડા જાહેર, જાણો અમદાવાદીઓમાં કેટલા ટકા એન્ટીબોડી વિકસી

|

Jul 19, 2021 | 10:19 AM

Ahmedabad sero survey : અમદાવાદના જોધપુર, વેજલપુર, દક્ષિણ-પશ્ચિમ વિસ્તારના નાગરિકોમાં એન્ટીબોડી સૌથી વધુ પ્રમાણમાં વિકસી છે.

Ahmedabad : કોરોના વાયરસ (corona virus)ની સામે લડવા માટે અમદાવાદીઓમાં જરૂરી એન્ટીબોડી(antibodies)નું પ્રમાણ શોધવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા શહેરમાં પાંચમો અને ફાઈનલ સિરો સર્વે (sero survey) કર્યો છે, જેના આંકડા અને તારણો આજે 19 જુલાઈએ જાહેર કરવામાં આવ્યાં છે. AMC ના આ પાંચમા અને ફાઈનલ સિરો સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે અમદાવાદીઓમાં 81 ટકા એન્ટીબોડી વિકસી ચુકી છે. અમદાવાદના જોધપુર, વેજલપુર, દક્ષિણ-પશ્ચિમ વિસ્તારના નાગરિકોમાં એન્ટીબોડી સૌથી વધુ પ્રમાણમાં વિકસી છે. જોધપુર, વેજલપુર, મુક્તમપુરાના રહીશોમાં 87 ટકા એન્ટીબોડી વિકસી છે.

Next Video