અમદાવાદમાં કોરોનાના કેસ વધતાની સાથે ફરી ટેસ્ટીંગ ડોમ વધારવામાં આવ્યાં, નવા 30 ડોમ ઉભા કરાયા

|

Nov 12, 2021 | 12:06 PM

Corona in Ahmedabad : અમદાવાદ શહેરમાં કોરોનાનાં કેસોમાં ફરી વધારો શરૂ થયો છે. શહેરમાં બુધવારે નવા 16 કેસ નોંધાયા હતા તો ગુરુવારે 14 કેસ નોંધાયા છે.

AHMEDABAD : અમદાવાદમાં કોરોના (Corona)ના કેસની સંખ્યા વધતી જઈ રહી છે.. જેને પગલે કોર્પોરેશને ટેસ્ટીંગ ડોમ વધારી દીધા છે.અમદાવાદ કોર્પોરેશને 30 જેટલા નવા ટેસ્ટીંગ ડોમ (Testing Dome)બનાવ્યા છે. પરંતુ આ ટેસ્ટીંગ ડોમ પર કાગડા ઉડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.કોરોના ટેસ્ટ કરાવવામાં લોકોએ નિરસતા દાખવી છે. Tv9ની ટીમ સવારે નવરંગપુરા હેલ્થ સેન્ટર પર પહોંચી હતી. જ્યાં બનાવેલા ટેસ્ટીંગ ડોમ પર એકપણ વ્યક્તિનો કોરોના ટેસ્ટ કરવામાં નહોતો આવ્યો. આરોગ્યકર્મીઓનું કહેવું છે કે લોકો પહેલાની જેમ સામેથી કોરોના ટેસ્ટ કરાવવા માટે નથી આવી રહ્યાં.

શહેરમાં કોરોના મહામારી સામે રસીકરણ મહાઅભિયાન અંતર્ગત લાખો લોકોનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે તેમ છતાં કોરોનાના છુટાછવાયા કેસ સામે આવવાનું ચાલુ રહ્યું છે.દિવાળીનાં તહેવારો બાદ કોરોનાનાં કેસ વધવાની આશંકા સાચી પડતી હોય તેમ જોધપુર, ચાંદખેડા અને ઇસનપુર વિસ્તારમાં તો 3 પરિવારનાં 13 સભ્યોનાં રિપોર્ટ પોઝિટિવ આવતા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ચિંતા અને દોડધામ વધી ગઈ છે.

અમદાવાદ શહેરમાં કોરોના મહામારી સંપૂર્ણપણે નાબૂદ થઇ નથી. રસીકરણ મહાઅભિયાનને પગલે કોરોનાનાં કેસ સાવ ઘટીને બે આંકડાની અંદર આવી ગયાં હતા, પરંતુ દિવાળીનાં તહેવારોમાં બજારોમાં લોકોની ભીડ વધવાને કારણે સામાજિક અંતર સહીતના નિયમો ન જળવાતાં કોરોનાનાં કેસોમાં ફરી વધારો શરૂ થયો છે. શહેરમાં બુધવારે નવા 16 કેસ નોંધાયા હતા તો ગુરુવારે 14 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : SURAT : ડ્રગ્સ કેસમાં SOGને મળી મોટી સફળતા, રાંદેર MD ડ્રગ્સ હેરાફેરી કેસમાં ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

આ પણ વાંચો : ‘નિરામય ગુજરાત’થી નિરોગી ગુજરાત! રાજ્ય સરકાર લોન્ચ કરવા જઈ રહી છે આ જોરદાર યોજના, જાણો તેના લાભ

Next Video