Ahmedabad: કોરોના બાદ હવે મચ્છરજન્ય રોગનો કહેર, ડેન્ગ્યુના કારણે 12 વર્ષના બાળકનું મોત

|

Aug 26, 2021 | 3:50 PM

12 વર્ષના બાળકનું મોત ડેન્ગ્યુથી મોત  નીપજ્યું છે.  બાળકને ગત શુક્રવારથી તાવ આવતો હતો. સારવાર લેવા છતાં પણ તાવ ઉતરતો ના હતો. 

અમદાવાદમાં મચ્છરજન્ય રોગએ ભરડો લીધો છે.  છેલ્લા ઘણા દિવસમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના 10 હજારથી વધુ કેસ નોંધાયા છે.  તો સત્તાવાર આંકડો કંઈક અલગ છે. હાલમાં ડબલ ઋતુના કારણે તાવ, શરદી, ખાંસીના પણ સંખ્યાબંધ કેસ નોંધાયા છે. આ વચ્ચે 12 વર્ષના બાળકનું મોત ડેન્ગ્યુથી મોત  નીપજ્યું છે.  બાળકને ગત શુક્રવારથી તાવ આવતો હતો. સારવાર લેવા છતાં પણ તાવ ઉતરતો ના હતો.

એસવીપી હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યુના 12 દર્દી જ્યારે ચિકનગુનિયાના 7 દર્દી દાખલ થયા છે. નોંધનીય છે કે, છેલ્લા  ઘણા દિવસથી  ચિકનગુનિયા અને ડેન્ગ્યુના કેસમાં વધારો થયો છે.

ઘરના મચ્છરોના બ્રીડિંગ મુખ્યત્વે એરકુલર, રેફ્રિજરેટર અને મની પ્લાન્ટમાં મચ્છરોના બ્રીડીંગ મળે છે. આ ઘરની બહાર કુંડા, છાપરા પર મૂકેલા ટાયરો કે પ્લાસ્ટિક ભંગાર, અંડરગ્રાઉન્ડ ટાંકી, બંધ પડેલા શૌચાલયોમાં મચ્છરોના બ્રીડિંગ મળતાં હોય છે.

બે મોટી હોસ્પિટલનો આકડા પર નજર કરવાં આવે તો LG હોસ્પિટલમાં એક દિવસના OPD કેસ 3000 પર પહોંચ્યા છે. જ્યારે શારદાબેન હોસ્પિટલમાં 2200 કેસની OPD નોંધાઈ છે.

અમદાવાદની બે જ હોસ્પિટલમાં આવેલા અધધ કેસને ધ્યાને રાખી હોસ્પિટલમાં બેડ વધારવા અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. તાવ,ઝાડ ઉલટીના કેસ મનપા સંચાલિત હોસ્પિટલમાં મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે.

 

નોંધનીય છે કે, બે દિવસમાં ડેન્ગ્યૂના નવા 33 કેસ નોંધાયા છે. જ્યારે  ચિકનગુનિયાના 11, તાવના 568 કેસ સરકારી ચોપડે નોંધાય ચૂક્યા છે. પરંતુ વાસ્તવિક આંકડો કંઈક અલગ છે. સુરત અને રાજકોટમાં પણ સિઝનલ રોગ જોવા મળ્યો છે. તો બીજી તરફ ગુજરાતના ગામડાઓ પણ વાયરલ તાવના શિકાર બની રહ્યા છે.

આ પણ વાંચો :ફ્લાઇટમાં બેેસેલા યાત્રીના Samsung Galaxy A21 ફોનમાં લાગી આગ, 128 યાત્રીઓના જીવ મુકાયા જોખમમાં

આ પણ વાંચો :Google એ ભારત માટે લોન્ચ કર્યા નવા પ્રોગ્રામ, બાળકોને હવે કાર્ટૂનના માધ્યમથી સમજાવાશે ઇન્ટરનેટ સેફ્ટી વિશે

Next Video