Ahmedabad : તાજેતરમાં જ નવી લોન્ચ થયેલી ટેકબોલ રમતમાં યુવાનોએ રચ્યો ઇતિહાસ, અન્ય રાજ્યોના પ્લેયર્સને હરાવીને જીત્યા ગોલ્ડ મેડલ

|

Sep 14, 2021 | 8:31 AM

ટેકબોલ ગેમ્સ એસોસિએશનના પ્રમુખ તરુણ મહેરાનું માનવું છે કે આ ગેમ ભલે ભારતમાં હજુ જોઈએ તેટલી પ્રખ્યાત નથી. પરંતુ ગુજરાત અને ભારતમાં પ્રતિભાશાળી ખેલાડીઓ છે.

Ahmedabad : તાજેતરમાં જ નવી લોન્ચ થયેલી ટેકબોલ રમતમાં યુવાનોએ રચ્યો ઇતિહાસ, અન્ય રાજ્યોના પ્લેયર્સને હરાવીને જીત્યા ગોલ્ડ મેડલ
Ahmedabad: Youths make history in the recently launched techball game, winning gold medals by beating players from other states

Follow us on

યુરોપિયન દેશોમાં રમાતી ટેકબોલ રમત 2020માં ભારતમાં શરૂ થઈ હતી. પરંતુ કોરોનાકાળમાં આ રમતને બહોળો પ્રતિસાદ મળી શક્યો નહોતો. જેને કારણે ખૂબ ઓછા ખેલાડીઓ આ રમત સાથે સંકળાયેલા છે. જોકે તેમછતાં અમદાવાદના ખેલાડીઓએ ચેન્નાઇ અને સેલમમાં યોજાયેલી નેશનલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું નામ રોશન કર્યું છે.

ટેકબોલ શબ્દ જ ઘણાબધા માટે નવો હશે અને આ રમત વિશે તો ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય પણ તમને જણાવી દઈએ કે આ રમત યુરોપિયન દેશોમાં ખૂબ પ્રચલિત છે. અને વિશ્વની પ્રસિદ્ધ રમતોમાં આ રમતનો સાતમો નંબર આવે છે. આ રમતની ખાસિયત એ છે કે ટેકબોલએ ટેબલ ટેનિસ અને ફૂટબોલ રમતનું કોમ્બિનેશન છે. જેને કારણે આ બન્ને રમતમાં જે ખેલાડીઓને ફાવટ હોય તેવા જ ખેલાડીઓ આ રમતને સારી રીતે રમી શકે છે. આ રમતમાં ટેબલ અને ફૂટબોલ બંનેનો ઉપયોગ થાય છે. અને ટેબલ ટેનિસ અને ફૂટબોલની રમતમાં જે નિયમો હોય છે તે જ નિયમ આ ટેકબોલ રમતમાં લાગુ પડતા હોય છે.

ગુજરાતમાં હજુ સુધી આ ગેમને પ્રસિદ્ધિ મળી નથી. માટે હાલ ગુજરાતમાં ફક્ત 12 જ ખેલાડીઓ આ રમત સાથે સંકળાયેલા છે. પરંતુ આવનારા 1 વર્ષમાં ગુજરાતમાં ટેકબોલના 1000 ખેલાડીઓને આ રમત સાથે જોડવાના લક્ષ્યાંક સાથે હાલ ટેકબોલ એસોસિએશન આગળ વધી રહ્યું છે. ટેકબોલ રમતને રમવા માટે વપરાતું ખાસ પ્રકારનું ટેબલ યુરોપથી મંગાવવું પડે છે. કારણ કે ભારતભરમાં આ પ્રકારના ટેબલનું ઉત્પાદન ક્યાંય થતું જ નથી. જેને કારણે શરૂઆતના તબક્કામાં અમદાવાદના ખેલાડીઓ ફક્ત વિડિઓ જોઈને જ આ રમત વિશેનું જ્ઞાન મેળવતા હતા. ટેકબોલ એસોસિએશન દ્વારા આ ટેબલ સૌથી પહેલા અમદાવાદમાં લાવવામાં આવ્યું હતું. જેનાથી ગુજરાતના ખેલાડીઓ પ્રેક્ટિસ કરીને રમતમાં મહારત મેળવી રહ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ રમત સિંગલ્સ અને ડબલ્સ પ્લેયર્સ રમી શકે છે. અને આ રમતમાં પણ ફૂટબોલની જેમ બોલને હાથ લગાવ્યા વિના હરિફને હરાવીને પોઇન્ટ મેળવવાના હોય છે. અમદાવાદના ખુશાલ યાદવ અને તીર્થ વાઘેલાએ ચેન્નાઇમાં થયેલી બીચ નેશનલ્સ રમતમાં અન્ય રાજ્યોની હરીફ ટીમોને હરાવી ને ગોલ્ડ મેડલ મેળવ્યું છે. જ્યારે મિત પટેલ અને ક્રિષ્ના ચૌધરીએ મિક્સ ડબલ્સમાં બ્રોન્ઝ મેડલ ગુજરાતને અપાવ્યું છે.ગોલ્ડ મેડલ જીતેલા વિદ્યાર્થીઓની ઇન્ટરનેશનલ સ્પર્ધા માટે પસંદગી થઈ છે જે આવતા વર્ષે ચીનમાં યોજાનાર ટેકબોલ બીચ કોમ્પિટિશનમાં ભારત તરફથી રમવા માટે જશે.

ટેકબોલ ગેમ્સ એસોસિએશનના પ્રમુખ તરુણ મહેરાનું માનવું છે કે આ ગેમ ભલે ભારતમાં હજુ જોઈએ તેટલી પ્રખ્યાત નથી. પરંતુ ગુજરાત અને ભારતમાં પ્રતિભાશાળી ખેલાડીઓ છે. જે ખૂબ જલ્દી આ રમત શીખી રહ્યાં છે. જેમ જેમ ખેલાડીઓ વિવિધ ટુર્નામેન્ટમાં ભાગ લેતા થશે તેમ તેમ આ રમત સાથે વધુ ખેલાડીઓ જોડાશે. અને ભારતના ખેલાડીઓ પણ વિશ્વભરમાં આ ગેમ માટે પ્રસિદ્ધિ પામશે.

Next Article