Ahmedabad : વિરમગામમાં ભાજપના કાર્યક્રમમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન

|

Jan 18, 2021 | 1:41 PM

Ahmedabad : ભાજપના કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. વિરમગામ તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકને લઈ ભાજપ આગેવાનોની બેઠક મળી.

Ahmedabad : ભાજપનો કાર્યક્રમ હોય અને કોરોના નિયમોનું ઉલ્લંઘન ન થાય તો જ હવે નવાઈ. રાજ્યના ખૂણે-ખૂણે યોજાતા ભાજપના કાર્યક્રમોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. આગેવાનો, કાર્યકરોના ટોળા જામે છે. મોટાભાગના કાર્યકરો હવે માસ્ક પણ નથી પહેરતા. વિરમગામ તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકને લઈ ભાજપ આગેવાનોની બેઠક મળી. જુનાપાઘર અને ડુમાણા ગામે મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા. અમદાવાદ જિલ્લા ભાજપના મહામંત્રીની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સીંગ, માસ્ક સહિતના નિયમોનું પાલન ન થયું.

 

Next Video