રાજ્યના ત્રણ શહેરોને આજે મળી જશે નવા મેયર, અમદાવાદ, વડોદરા અને ભાવનગર મનપામાં નવા હોદ્દેદારોની વરણી

|

Mar 10, 2021 | 8:12 AM

રાજ્યના ત્રણ શહેરોમાં નવા મેયર કોણ તે સવાલનો જવાબ આજે મળી જશે. એટલે કે અમદાવાદ, વડોદરા અને ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયરના નામની આજે વિધિવત રીતે જાહેરાત કરી દેવાશે.

રાજ્યના ત્રણ શહેરોમાં નવા મેયર કોણ તે સવાલનો જવાબ આજે મળી જશે. એટલે કે અમદાવાદ, વડોદરા અને ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયરના નામની આજે વિધિવત રીતે જાહેરાત કરી દેવાશે. સાથે જ આ ત્રણેય મનપાના નવા હોદ્દેદારોના નામોની આજે જાહેરાત કરાશે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના 12 હોદ્દેદારોના નામોની પણ જાહેરાત કરાશે. પાછલા કેટલાય સમયથી નવા હોદ્દેદારોના નામોને લઇને અનેક અટકળો વહેતી થઇ હતી. જોકે આ તમામ અટકળો પર આજે પૂર્ણ વિરામ વાગી જશે. અમદાવાદ, વડોદરા અને ભાવનગર મનપાની આજે મળનારી સામાન્ય સભામાં વિવિધત રીતે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તથા સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોના નામો જાહેર કરાશે. આગામી 12મી માર્ચે સુરત, રાજકોટ અને જામનગર મનપાના નવા હોદ્દેદારોના નામોની જાહેરાત કરાશે.

Next Video