Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ GMDC ખાતે 900 બેડની કોવિડ હોસ્પિટલનું નિરિક્ષણ કરવા પહોંચ્યા

|

Apr 23, 2021 | 5:59 PM

Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ GMDC ગ્રાઉન્ડ ખાતે DRDO દ્વારા ઉભી કરાયેલી 900 બેડની ધન્વતરી કોવિડ હોસ્પિટલની નિરિક્ષણ કરવા માટે પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તેમની સાથે છે.

Ahmedabad : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ GMDC ગ્રાઉન્ડ ખાતે DRDO દ્વારા ઉભી કરાયેલી 900 બેડની ધન્વતરી કોવિડ હોસ્પિટલની નિરિક્ષણ કરવા માટે પહોંચ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ તેમની સાથે છે. હોસ્પિટલની સમીક્ષા બાદ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કૈલાસનાથન, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ, આરોગ્ય અધિકારીઓ સાથે અમિત શાહ બેઠક પણ કરશે.

 

અમિત શાહ મત વિસ્તારમાં 8 Ambulance અને 8 Laboratory વાન ફાળવાશે
ગુજરાત રાજ્યમાં અને તેમાં પણ અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે Oxygen અને વેન્ટિલેટર બેડ ખૂટી રહ્યાં છે, ત્યારે અમદાવાદના GMDC ખાતે આવેલા યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં DRDO દ્વારા 900 બેડની ધન્વંતરી COVID હોસ્પિટલ બનાવાઈ છે. જેને શનિવારે COVID હોસ્પિટલ ખુલ્લી મૂકવામાં આવશે. શાહના મત વિસ્તાર એવા નારણપુરા, ઘાટલોડિયા, સાબરમતી, સાણંદ, બોપલ, ઘુમા, દસક્રોઈ સહિત વિસ્તારમાં લોકોને આરોગ્ય સેવા માટે અતિઆધુનિક ઓન વ્હીલ્સ બે Laboratory વાન અને 8 Ambulance પણ લોકો માટે પણ ફાળવવામાં આવશે.

ઓન વ્હીલ્સ લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ પણ થશે
ઓન વ્હીલ્સ લેબોરેટરી વાનમાં બાયોકેમેસ્ટ્રી એનાલાઈઝર,બ્લડ સેલ કાઉન્ટ, માઈક્રોસ્કોપ અને સેન્ટ્રીફ્યુઝ સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. આ લેબોરેટરીવાનમાં RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ પણ આપી શકાશે. એક ICU ઓન વ્હીલ્સ પણ ફાળવવામાં આવી છે. ICU ઓન વ્હીલ્સના વેન્ટિલેટરથી લઈને ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ રાખવામાં આવી છે. આવતીકાલે 24 એપ્રિલના રોજ DRDO હોસ્પિટલ અને આ લેબોરેટરી વાન તેમજ એમ્બ્યુલન્સ લોકો માટે શરૂ કરવામાં આવશે.

Published On - 5:54 pm, Fri, 23 April 21

Next Video