Ahmedabad: રાજ્યભરમાં મસમોટા દંડના વિરોધમાં ટ્રાન્સપોટર્સની હડતાળ, રેશનિંગની દુકાનોમાં સમયસર જથ્થો ન પહોંચે તેવી ભીતિ

|

Jun 02, 2021 | 12:11 AM

Ahmedabad: રાજ્યભરમાં મસમોટા દંડના વિરોધમાં ટ્રાન્સપોટર્સ હડતાળ પર ઉતર્યા છે. ટ્રાન્સપોર્ટના વાહનોમાં GPS સિસ્ટમ ન લગાવવાના કારણે લાખોનો દંડ ફટકારવામાં આવતા ટ્રાન્સપોર્ટર્સ ગુસ્સે ભરાયા છે.

Ahmedabad: રાજ્યભરમાં મસમોટા દંડના વિરોધમાં ટ્રાન્સપોટર્સ (Transport) હડતાળ પર ઉતર્યા છે. ટ્રાન્સપોર્ટના વાહનોમાં GPS સિસ્ટમ ન લગાવવાના કારણે લાખોનો દંડ ફટકારવામાં આવતા ટ્રાન્સપોર્ટર્સ ગુસ્સે ભરાયા છે. GPS ન લગાવવા અને અન્ય તકનિકી ખામીના કારણે પુરવઠા વિભાગ દ્વારા કોન્ટ્રાક્ટ ટ્રાન્સપોટર્સને 27 લાખનો દંડ કરાયો છે.

આવા પ્રકારનાં મસમોટા દંડ સામે ટ્રાન્સપોટર્સમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટરો હડતાળ પર ઉતરતા રેશનિંગની દુકાનોમાં સમયસર જથ્થો ન પહોંચે તેવી ભીતિ પ્રમુખ પ્રહલાદ મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાત ભર ના ગોદામોના ટ્રાન્સપોર્ટર બે દિવસથી કામથી અડગા રહ્યા છે. રાજ્યભરનાં 260થી વધુ ગોદામોના ઈજારદારોને રેશનજથ્થાનું વહન કરતા અને ડોર સ્ટોપ ડિલીવરી કરતા ટાન્સપોર્ટ કોન્ટાકટરોને GPS સિસ્ટમને લઈને નિગમે આકરો લાખો રુપિયાનો દંડ ફટકારતા નિગમ સામે વિરોધ દશાઁવવા રેશન જથ્થો ગોદામમાં લાવવા લઈ જવાની તમામ કામગીરીથી અડગા રહ્યા.

અમદાવાદ સહિતના રેશન ઇજારદારોએ નિગમ એ લાખો રુપિયાની પેનલ્ટી ફટકારતા તેઓએ રાજ્ય ભરના ગોદામોમાં તમામ પ્રકારની કામગીરી બંધ કરીને કામગીરીથી અડગા રહ્યા.

પધાનમંત્રીશ્રીના વિનામુલ્યે અનાજ સહિત રાજ્ય સરકારના રાબેતા મુજબ રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવામાં આવનારો રેશન જથ્થો જુન માસમાં રેશનદુકાનમાં પહોંચાડી ન શકાતા તે અંગેની જાહેરવિતરણ વ્યવસ્થા પડી ભાંગી છે.

ઈજારદારોઓ માગ કરી છે કે પુરવઠા નિગમને લેખિતમાં ખુલાસા કરીને બે માસમાં પુરવઠો પોહચાડવામાં થયેલા વિલંબ તેમજ ટેકનિકલ ક્ષતિઓ કે જે ઓનલાઈન થઈ છે તે સામે 27 લાખ જેવો મોટો દંડ પાછો ખેંચવામાં આવે

Next Video