રાણીપ વિસ્તારમાં એક બ્રોકરે ગળાફાંસો લગાવીને કર્યો આપઘાત, આ DySpના ત્રાસથી સૂસાઈડ કર્યાનો આક્ષેપ

અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક બ્રોકરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રાણીપમાં રહેતા ભરત પટેલ નામના બ્રોકરે ડીવાયએસપીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મૃતક ભરત પટેલના સુસાઈડ નોટમાં ડીવાયએસપી ચિરાગ સવાણી અને તેના ભાઈ મોન્ટુના નામનો ઉલ્લેખ કરાયો છે. જેમાં 11, 575 બીટકોઈનના હિસાબ મામલે બંને ભાઈ તેમને માનસિક ત્રાસ આપતા હોવાનો સુસાઈડ […]

રાણીપ વિસ્તારમાં એક બ્રોકરે ગળાફાંસો લગાવીને કર્યો આપઘાત, આ DySpના ત્રાસથી સૂસાઈડ કર્યાનો આક્ષેપ
| Updated on: May 19, 2019 | 6:25 AM

અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક બ્રોકરે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો છે. રાણીપમાં રહેતા ભરત પટેલ નામના બ્રોકરે ડીવાયએસપીના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મૃતક ભરત પટેલના સુસાઈડ નોટમાં ડીવાયએસપી ચિરાગ સવાણી અને તેના ભાઈ મોન્ટુના નામનો ઉલ્લેખ કરાયો છે. જેમાં 11, 575 બીટકોઈનના હિસાબ મામલે બંને ભાઈ તેમને માનસિક ત્રાસ આપતા હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે.

આ પણ વાંચોઃ MLA લલિત કગથરાના પુત્ર વિશાલ કગથરાની અંતિમ યાત્રા, મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ રહ્યા હાજર

તો વળી પરિવારજનોએ પણ ચિરાગ પટેલ પર માનસિક ત્રાસ અને મારવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. પરિવારનો આક્ષેપ છે કે, બીટકોઈનમાં માર્કેટ નીચે ઉતરી જતા ડીવાયએસપીને નુકસાન થયું હતું. જેની ભરપાઈ કરવા માટે તેઓ ભરત પટેલ પર ત્રાસ ગુજારતા હતા. જેથી કંટાળીને તેમણે આપઘાત કરી લીધો. હાલ તો આ સમગ્ર મામલે દોષિત સામે પગલા ન લેવાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી આપી છે.

TV9 Gujarati

 

Follow Us