Ahmedabad : ઘાટલોડિયાના ગોપાલનગરની ફેકટરીમાંથી મળ્યા 3 મૃતદેહ, ગેસ લિકેજને કારણે મોત થયાની આશંકા

|

Sep 14, 2021 | 2:04 PM

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે. જેમાં ગોપાલનગરની ફેકટરીમાંથી મૃતદેહ મળ્યા છે.

Ahmedabad : ઘાટલોડિયાના ગોપાલનગરની ફેકટરીમાંથી મળ્યા 3 મૃતદેહ, ગેસ લિકેજને કારણે મોત થયાની આશંકા
file photo

Follow us on

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એક દુર્ઘટના સામે આવી છે. જેમાં ગોપાલનગરની ફેકટરીમાંથી મૃતદેહ મળ્યા છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. ગેસ લિકેજના કારણે આ દુર્ઘટના બની હોવાની આશંકા છે. ગુગળામણને કારણે મોત થયાથી આશંકા છે.

નોંધનીય છેકે પફના કારખાનામાં ત્રણ લોકોના મોત થયા છે. ઓવનની સ્વીચ ચાલુ રહી જતાં ગૂંગળામણ કારણે 3 લોકોના મોત થયા છે. બે કારીગર સાથે એક કિશોર મોત નીપજ્યું છે. પ્રાથમિક તપાસમાં ગૂંગળામણનાં લીધે મોત થયું હોવાનું તારણ છે. કારખાના માલિકનું બેદરકારી કારણે મોત નીપજ્યું છે.

ઓવન સ્વીચ ચાલુ રહેતાં તમામ પફ બર્ન થઈ ગયા હતાં. કારખાનામાં વેંન્ટિલેશ ન હોવાથી ગૂંગળામણ કારણે મોત થયું છે. ગેસનાં બાટલામાંથી લીકેજ થયું કે કેમ તે બાબતે એફ.એસ.એલ તપાસ કરશે. યુ.કે. ફૂર્ડ ફાર્મ નામનું પફ કારખાનું પંદરેક દીવસ પહેલાજ શરૂ કરાયું હતુ. હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધું તપાસ શરૂ કરી છે.

2 કારીગર પફ કારખાનામાં રહેતાં હતાં. એક કિશોર કારીગરનો સંબંધી હોવાથી રહેવા આવ્યો હોવાનું સામે આવ્યું છે. મૃત્યુ થનાર ઇબ્રાહિમ 45 વર્ષીય,અસલમ 21 વર્ષીય અને હસન 15 વર્ષીય ઉંમર છે.

 

Published On - 11:44 am, Tue, 14 September 21

Next Video