અમદાવાદ શહેરમાં કોરોના વકરવાની ભીતિને લઈ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું છે. દિવાળી બાદ કોરોના વધવાની શક્યાતાના પગલે તંત્ર સજાગ બન્યું છે. તો શહેરના પોલીસ સ્ટેશનોમાં હવે કોરોના ગાઈડલાઈન ઉલંઘનને લઈને નોંધાતી ફરિયાદોમાં વધારો આવી શકે છે.
શહેરમાં દિવાળીના તહેવારો પછી કોરોનાના કેસમાં ઉછાળો આવતાં ફરી એકવખત કોરોના વકરવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. આગામી 15 દિવસ એટલે કે નવેમ્બર મહિનાના અંત સુધી પૂરતી કાળજી નહીં લેવાય તો કોરોના ફરી વકરી શકે છે તેવી ચિંતા વ્યક્ત કરાઈ છે. આ સંજોગોમાં નાગરિકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને નિયમિતપણે માસ્ક પહેરે તે માટે પોલીસ એક્શનમાં આવી છે.
દિવાળીના સમયગાળામાં અમદાવાદ શહેરમાં દરરોજ માંડ 20-25 નાગરિકો સામે ગુના નોંધાતા હતા તે વધવાની શક્યાતા છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી કુલ 90 હજાર 357 ગુના નોંધાઈ ચૂક્યા છે. તો આવામાં કોરોના વધતા પોલીસે ચેકિંગ સઘન કર્યું છે.
તમને જણાવી દઈએ કે એક અહેવાલ અનુસાર અમદાવાદમાં રવિવારે શહેર પોલીસે 181 ગુના નોંધીને 183 લોકોની અટકાયત કરી હતી. તો સોમવારે 200 થી વધુ ગુના સામે આવ્યા હતા. ત્યારે માસ્ક ન પહેરવામાં પણ 447 લોકો પાસેથી 500 – 500 રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે કોરોનાના દોઢ વર્ષના સમયગાળાના આંકડા ચોંકાવનારા છે. જેમાં શહેર પોલીસે અત્યાર સુધીમાં 90357 ગુના નોંધ્યા છે. તેમજ 99365 લોકોની અટકાયત કરેલી છે. જેમાં જાહેરનામાં ભંગના 11713 ગુના, એપેડેમિક એક્ટ હેળઠ 4733 ગુના, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ 73791 ગુના નોંધવામાં આવ્યાં છે.
આ પણ વાંચો: Vadodara: 5 એજન્સી અને 35 ટીમો, છતાં યુવતીના આત્મહત્યા-દુષ્કર્મ કેસમાં આરોપીઓ કેમ પોલીસની પકડથી દૂર?
આ પણ વાંચો: NEET Counselling 2021: મેડિકલની PG બેઠકો પર OBC અને EWS અનામતના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી