આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે, શિક્ષણ વિભાગે શાળાનો સમય ઘટાડવા જાહેર કર્યો પરિપત્ર

ઉનાળાની અસર હવે દેખાવા લાગી છે અને ગરમીના પારામાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારના રોજ અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી પહોંચી ગયો હતો. ગુજરાતમાં જો અન્ય શહેરોમાં ગરમીનું પ્રમાણ જોવા જઈએ તો તેમાં સુરેન્દ્રનગર સૌથી મોખરે છે. સુરેન્દ્રનગરમાં તાપમાન 42 ડિગ્રી શનિવારના રોજ નોંધાયું હતું. કાલથી ગરમીનો પારો વધારે ઉંચો જાય તેવી શક્યતા વર્તાઈ […]

આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે, શિક્ષણ વિભાગે શાળાનો સમય ઘટાડવા જાહેર કર્યો પરિપત્ર
| Updated on: Apr 07, 2019 | 10:05 AM

ઉનાળાની અસર હવે દેખાવા લાગી છે અને ગરમીના પારામાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારના રોજ અમદાવાદમાં ગરમીનો પારો 41 ડિગ્રી પહોંચી ગયો હતો.

ગુજરાતમાં જો અન્ય શહેરોમાં ગરમીનું પ્રમાણ જોવા જઈએ તો તેમાં સુરેન્દ્રનગર સૌથી મોખરે છે. સુરેન્દ્રનગરમાં તાપમાન 42 ડિગ્રી શનિવારના રોજ નોંધાયું હતું. કાલથી ગરમીનો પારો વધારે ઉંચો જાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. વધતી જતી ગરમીના લીધે શાળાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યાં છે.

અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી છે. આથી લોકોને બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ અપાઈ રહી છે. હવામાન ખાતાની આગાહી મુજબ નવા અઠવાડિયાની 9થી 10 તારીખ સુધી સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છમાં હિટવેવ રહેશે. આગામી પરિસ્થિતિને પહોંચી વળવા માટે 108ના સ્ટાફને સચેત કરી દેવાયો છે.

 

TV9 Gujarati

 

પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં સ્કૂલનો સમય સવારે 7.30 વાગ્યાથી બપોરના 12.45ના બદલે હવે 11.30 સુધી જ રાખવા સૂચન કરી દેવાયું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]