Ahmedabad : શહેરમાં ધીમી ધારે વરસાદ, શહેરીજનોએ બફારાથી રાહત અનુભવી

|

Jun 16, 2021 | 8:31 PM

Ahmedabad  શહેરમાં છેલ્લા બે દિવસથી વધેલા અસહય બફારા બાદ આજે સાંજે વરસાદ(Rain) પડ્યો હતો. જો કે વરસાદ પડતાં લોકોએ બફારાથી રાહત મેળવી હતી.

Ahmedabad : Ahmedabad  શહેરમાં છેલ્લા બે દિવસથી વધેલા અસહય બફારા બાદ આજે સાંજે વરસાદ(Rain) પડ્યો હતો. જો કે વરસાદ પડતાં લોકોએ બફારાથી રાહત મેળવી હતી. અમદાવાદ શહેરમાં વરસાદ અનેક વિસ્તારોમાં ધમધોકાર તો કેટલાંક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ પદરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની રાહ જોઇ રહેલા શહેરીજનો માટે વરસાદ પડતાં આગામી દિવસોમાં વધુ વરસાદ(Rain) પડશે તેની આશા બંધાઈ છે.

અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો

હવામાન વિભાગે પણ ગુરુવાર સુધી અમદાવાદ(Ahmedabad)  સહિત રાજ્યના બીજા જિલ્લાઓમાં મધ્યમથી સામાન્ય વરસાદ(Rain) ની આગાહી કરી હતી. જ્યારે આજે સાંજથી જ અમદાવાદ શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે.

 

Published On - 8:28 pm, Wed, 16 June 21

Next Video