Ahmedabad Serial Blast Case Judgement Live: કોર્ટે સજા અંગે મૌખિક અવલોકન કર્યું , 11 તારીખે સજાના ઓર્ડર માટે કરાશે સુનાવણી

|

Feb 09, 2022 | 12:39 PM

2008 Ahmedabad Bomb Blasts Case Live Updates: અમદાવાદ સ્પેશિયલ કોર્ટે(Special Court)  ચુકાદો સંભળાવ્યો છે. જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.

Ahmedabad Serial Blast Case Judgement Live: કોર્ટે સજા અંગે મૌખિક અવલોકન કર્યું , 11 તારીખે સજાના ઓર્ડર માટે કરાશે સુનાવણી
Hearing in Ahmedabad serial blast case

Follow us on

Ahmedabad Serial blast Case: વર્ષ 2008 અમદાવાદ(Ahmedabad)  સિરિયલ બોમ્બ બ્લાસ્ટ(Bomb Blast)  કેસમાં મંગળવારે અમદાવાદ સ્પેશિયલ કોર્ટે(Special Court)  ચુકાદો સંભળાવ્યો છે. જેમાં કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે. અમદાવાદમાં 26 જુલાઇ 2008ના રોજ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ થયા હતા જેમાં 56 લોકોનાં મૃત્યુ થયા અને 200 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાં હતાં..

કેસમાં સ્પેશ્યલ કોર્ટમાં 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તમામ આરોપીને કોર્ટમાં લાવી દેવામા આવ્યા બાદ બંને પક્ષે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી. બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દતની માંગ કરી હતી, જેની સામે કોર્ટે કહ્યું કે એવી કઇ જોગવાઈ છે એ બતાવો. બચાવ પક્ષે રજુઆત કરી હતી કે દોષીતોને સુધારાનો અવકાશ આપવામાં આવે. આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમના પારીવારીક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવામાં આવે.

સામે પ્રોસિક્યુશ દ્વારા રજુઆત કરાઈ કે દોષીતોએ જઘન્ય અપરાધ કર્યો છે. તેને મહત્તમ સજા થવી જોઈએ, પ્રોસિક્યુશ દ્વારા રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ અપાયો હતો. પ્રોસિક્યુશને કોર્ટને રજુઆત કરી કે વાલ્મિકીઓ રોજ નથી થતા કે જેમનામાં સુધારાનો અવકાશ હોય. પ્રોસિક્યુશને રજુઆત કરી કે આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ, સુરંગ કાંડ જેવી બાબતો પણ કોર્ટે ધ્યાને લેવી જોઈએ.

કોર્ટે કહ્યું કે બચાવ પક્ષના વકીલો જેલમાં બંધ દોષીતોની આજે જ મુલાકાત લે. તેમનો પક્ષ જાણે અને બાદમાં કોર્ટમાં રજુઆત કરે. જયપુર, બેંગલુરું, ગયા, ભોપાલ અને અન્ય જેલોમાં બંધ કેદીઓની મેડિકલ ડિટેલ અને અન્ય ડોક્યુમેન્ટ્સ સાબરમતી સેન્ટ્રલ જેલ પર આજે સાંજ સુધીમાં મોકલી આપવા કોર્ટે નિર્દેશ આપ્યા છે આ સાથે 11 તારીખે સજાના ઓર્ડર માટે કોર્ટ સુનાવણી કરશે એવું મૌખિક અવલોકન કર્યું હતું.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Feb 2022 12:38 PM (IST)

    Ahmedabad Serial Blast Case Judgement Live: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં કોર્ટમાં સુનાવણી

    Ahmedabad Serial Blast Case Judgement Live:


     

  • 09 Feb 2022 12:01 PM (IST)

    Ahmedabad Serial Blast Case Judgement Live: જયપુર, બેંગલુરું, ગયા, ભોપાલ અને અન્ય જેલોમાં બંધ કેદીઓની ડિટેલ સાંજ સુધીમાં મંગાવવા આદેશ

    Ahmedabad Serial Blast Case Judgement Live: જયપુર, બેંગલુરું, ગયા, ભોપાલ અને અન્ય જેલોમાં બંધ કેદીઓની મેડિકલ ડિટેલ અને અન્ય ડોક્યુમેન્ટ્સ સાબરમતી સેન્ટ્રલ જેલ પર આજે સાંજ સુધીમાં મોકલી આપવા કોર્ટે આપ્યા નિર્દેશ

  • 09 Feb 2022 11:53 AM (IST)

    Ahmedabad Serial Blast Case Judgement Live: કોર્ટે સજા અંગે મૌખિક અવલોકન કર્યું , 11 તારીખે સજાના ઓર્ડર માટે કરાશે સુનાવણી

    Ahmedabad Serial Blast Case Judgement Live: કોર્ટે સજા અંગે મૌખિક અવલોકન કર્યું , 11 તારીખે સજાના ઓર્ડર માટે કરાશે સુનાવણી

  • 09 Feb 2022 11:45 AM (IST)

    Ahmedabad Serial Blast Case Judgement Live: પ્રોસિક્યુશને કોર્ટને રજુઆત કરી કે વાલ્મિકીઓ રોજ નથી થતા, કે જેમનામાં સુધારાનો અવકાશ હોય

    Ahmedabad Serial Blast Case Judgement Live: પ્રોસિક્યુશ દ્વારા રાજીવ ગાંધી હત્યા કેસના ચુકાદાનો કોર્ટમાં રેફરન્સ અપાયો, પ્રોસિક્યુશને કોર્ટને રજુઆત કરી કે વાલ્મિકીઓ રોજ નથી થતા, કે જેમનામાં સુધારાનો અવકાશ હોય

  • 09 Feb 2022 11:44 AM (IST)

    Ahmedabad Serial Blast Case Judgement Live: કોર્ટમાં સુનાવણી શરૂ, બંને પક્ષો દ્વારા દલીલ કરવામાં આવી રહી છે

    Ahmedabad Serial Blast Case Judgement Live: કોર્ટમાં સુનાવણી શરૂ, બંને પક્ષો દ્વારા દલીલ કરવામાં આવી રહી છે

     

     

  • 09 Feb 2022 11:42 AM (IST)

    Ahmedabad Serial Blast Case Judgement Live: કોર્ટે કહ્યું બચાવપક્ષના વકીલો આજે જ દોષિતોની મુલાકાત લે

    Ahmedabad Serial Blast Case Judgement Live: સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું બચાવપક્ષના વકીલો આજે જ દોષિતોની મુલાકાત લે

     

     

     

  • 09 Feb 2022 11:37 AM (IST)

    Ahmedabad Serial Blast Case Judgement Live: બચાવ પક્ષની રજુઆત, દોષીતોને સુધારાનો અવકાશ આપવામાં આવે

    Ahmedabad Serial Blast Case Judgement Live: બચાવ પક્ષની રજુઆત. દોષીતોને સુધારાનો અવકાશ આપવામાં આવે. દોષીતોને સુધારાનો અવકાશ આપવા માટેની રજુઆત કરીએ છીએ… આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમના પારીવારીક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપો.

  • 09 Feb 2022 11:35 AM (IST)

    Ahmedabad Serial Blast Case Judgement Live: બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દતની માંગ કરાઈ, કોર્ટે કહ્યું… એવી કઇ જોગવાઈ છે એ બતાવો

    Ahmedabad Serial Blast Case Judgement Live: બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દતની માંગ કરાઈ, કોર્ટે કહ્યું, એવી કઇ જોગવાઈ છે એ બતાવો

Published On - 11:28 am, Wed, 9 February 22