અમદાવાદ RTOના અધિકારીઓએ RTOના નિયમોની ઐસીતેસી કરતા વાહન ચાલકો વિરૂદ્ધ વહેલી સવારથી ચેકિંગ હાથ ધર્યુ, જુઓ VIDEO

TV9ના વધુ એક અહેવાલની અસર અમદાવાદ શહેરમાં જોવા મળી છે. સ્કૂલ રીક્ષા અને વાનમાં RTOના નિયમોની ઐસીતેસી કરતા વાહન ચાલકો વિરૂદ્ધ RTOના અધિકારીઓએ વહેલી સવારથી જ ચેકિંગ હાથ ધર્યુ. શહેરના જુદા-જુદા વિસ્તારો પૈકી RTO ઈન્સ્પેક્ટરની ટીમે થલતેજ અને ન્યુ સી.જી રોડ પર ચેકિંગ હાથ ધર્યું અને દંડાત્મક કાર્યવાહી કરવાની તજવીજ તેજ કરી છે. સ્કૂલ રીક્ષા […]

અમદાવાદ RTOના અધિકારીઓએ RTOના નિયમોની ઐસીતેસી કરતા વાહન ચાલકો વિરૂદ્ધ વહેલી સવારથી ચેકિંગ હાથ ધર્યુ, જુઓ VIDEO
| Updated on: Jun 14, 2019 | 3:14 AM

TV9ના વધુ એક અહેવાલની અસર અમદાવાદ શહેરમાં જોવા મળી છે. સ્કૂલ રીક્ષા અને વાનમાં RTOના નિયમોની ઐસીતેસી કરતા વાહન ચાલકો વિરૂદ્ધ RTOના અધિકારીઓએ વહેલી સવારથી જ ચેકિંગ હાથ ધર્યુ.

શહેરના જુદા-જુદા વિસ્તારો પૈકી RTO ઈન્સ્પેક્ટરની ટીમે થલતેજ અને ન્યુ સી.જી રોડ પર ચેકિંગ હાથ ધર્યું અને દંડાત્મક કાર્યવાહી કરવાની તજવીજ તેજ કરી છે. સ્કૂલ રીક્ષા અને સ્કૂલવાન RTOના નિયમનું પાલન કર્યા વગર વાહનો બેરોકટોક ચલાવી રહ્યા છે. સ્કૂલરીક્ષા અને વાનમાં વિદ્યાર્થીઓને ઘેટાં બકરાની જેમ બેસાડવામાં આવી રહ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

RTO રજિસ્ટ્રેશન કે ફિટનેસ સર્ટી વગર સ્કૂલ રીક્ષા અને વાન લોકો ચલાવી રહ્યા છે. ત્યારે TV9ના અહેવાલ બાદ RTO તંત્ર હરકતમાં આવ્યું છે. RTO અધિકારીઓએ અલગ અલગ સ્કુલમાં ચેકિંગ હાથ ઘર્યુ છે. RTO ઈન્સપેક્ટરની અલગ અલગ ટીમ બનાવીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબરી! ખેડૂતોને હવે ખેતી કરવા માટે પૈસા આપશે બૅન્ક, સરકાર લાવશે આ પ્લાન

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો