Ahmedabad: CNGનો ભાવ વધતા રિક્ષા ચાલકોનો વિરોધ, કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે તો હડતાળની ચીમકી ઉચ્ચારી

|

Mar 01, 2021 | 11:59 PM

પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે, ત્યારે CNGના ભાવ પણ વધી રહ્યાં છે. જેને લઈને રીક્ષા ચાલકો વિરોધ કરી રહ્યાં છે, છેલ્લા દોઢથી બે મહિનામાં CNGનો ભાવ વધતા વિરોધ કરાયો.

Ahmedabad: પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને છે, ત્યારે CNGના ભાવ પણ વધી રહ્યાં છે. જેને લઈને રીક્ષા ચાલકો વિરોધ કરી રહ્યાં છે, છેલ્લા દોઢથી બે મહિનામાં CNGનો ભાવ વધતા વિરોધ કરાયો. પહેલા સીએનજીનો ભાવ 52 રૂપિયા આસપાસ હતો, જે હાલમાં વધીને 54 રૂપિયા પર પહોંચ્યો છે. આગેવાનો વચ્ચે મળેલી બેઠક બાદ કલેકટર અને RTOમાં રીક્ષાચાલકો અને એસો.એ આવેદનપત્ર આપ્યું. આવેદન પત્ર આપી CNG ભાવ ઘટાડો કરવા, તેમજ રિક્ષાના ઈન્સ્યોરન્સના ભાવ વધુ હોવાનું કહી દરેકને ન પોસાતો હોવાનું કહી તેમાં પણ ઘટાડો કરવા રજૂઆત કરી હતી. રિક્ષા એસોસિએશન દ્વારા 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે, જો 10 દિવસમાં કોઈ યોગ્ય નિર્ણય નહીં આવે તો હડતાળની ચીમકી ઉચ્ચારી છે.

 

 

આ પણ વાંચો: Surat: મનપા કર્મચારીને દંડ વસુલ કરવા જતાં લોકોએ લીધા આડે હાથ, વીડિયો કર્યો વાઈરલ

Next Video