Ahmedabad : દશેરાના શુભ દિવસે નવા વાહનોની ખરીદી કરવા ઉમટી પડ્યા લોકો, કોરોના પહેલા જેવી સ્થિતિ જોવા મળી

|

Oct 15, 2021 | 1:37 PM

દશેરા પર્વે પર સારું મુહુર્ત હોવાના કારણે દર વર્ષે લોકો ખુબ વાહન અને અન્ય વસ્તુઓ ખરીદતા હોય છે. અમદાવાદના શો રૂમોમાં વાહન ખરીદીને લઈને ભારે ભીડ જોવા મળી.

દશેરા પર્વે પર સારું મુહુર્ત હોવાના કારણે દર વર્ષે લોકો ખુબ વાહન અને અન્ય વસ્તુઓ ખરીદતા હોય છે. આ વર્ષે પણ મોટી સંખ્યામાં લોકો નાના-મોટા વાહનોની ખરીદી કરતા જોવા મળ્યા. દશેરાના કારણે વાહનોની લે-વેચ કરતા શોરૂમ પર ભીડ જોવા મળી. વિજયાદશમીના શુભ દિવસે મોટી સંખ્યામાં લોકોએ વાહનો ખરીદ્યા. આજના દિવસે બપોરે 12.39 વાગ્યાથી 12.55 વાગ્યા સુધીના અભિજિત મુહૂર્તમાં વાહન ખરીદી શુભ મનાય છે. ત્યારે એડવાન્સ બુકીંગ કરાવીને લોકો આજના દિવસે શુભ મુહૂર્તમાં વાહનોની ડિલેવરી લઈને લોકોએ ગાડીઓ છોડાવી હતી.

જાહેર છે કે આજના દિવસે લોકો પોતાના જુના વાહનોની પૂજા પણ કરતા હોય છે. તેમજ નવા વાહનોની ખરીદી પણ આ તહેવારમાં કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે લોકો બૂક કરાવેલા વાહન લેવા માટે ઉમટી પડ્યા હતા. અમદાવાદના શો રૂમોમાં ભારે ભીડ જોવા મળી. ઉત્સાહ સાથે લોકો નવા વાહનને પોતાના ઘરે લઇ જતા જોવા મળ્યા. જણાવી દઈએ કે કોન્સેપ્ટ હ્યુન્ડાઈના શો રૂમથી આજના દિવસે 250 જેટલી ગાડીઓને ડીલીવર કરવામાં આવશે. કોવિડ પહેલાની સ્થિતિ જેવી હતી તેવી આજે જોવા મળી રહી છે.

 

આ પણ વાંચો: Rajkot: નાની બાળકી અને પોલીસની રકઝકનો વિડીયો આવ્યો સામે, સામાન્ય જનતા પર દાદાગીરી, પૂર્વ મેયર સામે ચુપ!

આ પણ વાંચો: Surat: PM Modiએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં કર્યું સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત છાત્રાલયનું ભૂમિ પૂજન

Published On - 1:05 pm, Fri, 15 October 21

Next Video