AHMEDABAD : બજેટ 2021માં નવી સ્ક્રેપ પોલિસી જાહેર, અમદાવાદનાં 19 લાખ વાહનો ભંગાર થશે

|

Feb 02, 2021 | 3:04 PM

AHMEDABAD : બજેટ 2021માં 20 વર્ષ જૂનાં ખાનગી અને 15 વર્ષ જૂનાં કોમર્શિયલ વાહનો માટે સ્ક્રેપ પોલિસી જાહેર કરી છે.

AHMEDABAD : બજેટ 2021માં નવી સ્ક્રેપ પોલિસી  જાહેર, અમદાવાદનાં 19 લાખ વાહનો ભંગાર થશે
ફાઇલ ફોટો

Follow us on

AHMEDABAD : બજેટ 2021માં 20 વર્ષ જૂનાં ખાનગી અને 15 વર્ષ જૂનાં કોમર્શિયલ વાહનો માટે સ્ક્રેપ પોલિસી જાહેર કરી છે. જે અંતર્ગત અમદાવાદ શહેર-જિલ્લામાં અંદાજે જૂના કોમર્શિયલ 4.50 લાખ, ખાનગી 14.50 લાખ મળી 19 લાખ વાહન સ્ક્રેપમાં જશે.

અમદાવાદ વાહન ડીલર્સોના જણાવ્યા પ્રમાણે, આ પોલિસી અંતર્ગત 15 અને 20 વર્ષ જૂનાં વાહનો ધરાવતા સામાન્ય જનતા ઉપરાંત વાહન ડીલરોને પણ ફાયદો થશે. જૂનાં વાહનો વેચી નવા વાહન ખરીદવા માગતા લોકોને સરકારે 30 ટકા સુધીની રાહત આપી છે. વિકસિત દેશોમાં આ પોલિસી કાર્યરત છે.જેથી વાહનોનાં વેચાણમાં પણ વૃદ્ધિ થશે. નવી નોકરીઓ માટે જગ્યાઓ ઊભી થશે. જ્યારે વાહનવ્યવહાર એસોસિએશનના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, સરકાર દ્વારા 1-4-1987થી વાહન પર લાઇફ ટાઇમ ટેક્સ લેવાય છે. હવે નવી સ્ક્રેપ પોલિસી હેઠળ પ્રતિવર્ષ 15 હજાર રૂપિયા ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા ખર્ચ કરવો પડશે. જ્યારે કોમર્શિયલ વાહનોને દર છ મહિને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા વધુ નાણાં ખર્ચ કરવા પડે તેવી સ્થિતિ સર્જાશે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આવી સ્થિતિમાં સંબંધિત વાહનમાલિકો 15 અને 20 વર્ષ જૂનાં વાહનો વેચવા મજબૂર થઈ જશે. સ્ક્રેપ પોલિસીથી સરકારને ફાયદો છે. જ્યારે સામાન્ય અને ગરીબ લોકોનો ખર્ચ વધશે. કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર હાલ રાહત આપે તેવી શક્યતા છે.

Next Article