Ahmedabad: કર્ણાવતી યુનિવર્સિટીમાં ‘યુથ પાર્લામેન્ટ’ મળી, ચર્ચા કરવામાં આવી નવી શિક્ષણ નીતિ પર

|

Dec 06, 2021 | 6:35 AM

Ahmedabad: કર્ણાવતી યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલ યુથ પાર્લામેન્ટ કાર્યક્રમમાં નવી શિક્ષણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા હતા.

Ahmedabad: કર્ણાવતી યુનિવર્સિટી (Karnavati University) ખાતે યુથ પાર્લામેન્ટમાં (Youth Parliament) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નવી શિક્ષણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં હાલની શિક્ષણ વ્યવસ્થા અને નવી શિક્ષણનીતિના અમલીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યાર બાદ 2024ની ચૂંટણી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યા હતા.

આ પ્રસંગે દેવુસિંહ ચૌહાણે ભાજપ સરકારમાં મોટા પ્રમાણમાં વિકાસ કાર્યો થયા હોવાની વાત કરી હતી. સાથે જ તેમણે વર્તમાન સરકારને સત્તાલક્ષી નહીં પણ લોકલક્ષી સરકાર ગણાવી હતી. તો રાજ્ય ગૃહપ્રધાને ગુજરાતને દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય ગણાવ્યું. યુથ પાર્લામેન્ટના સમાપન સમારોહમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત પૂર્વ ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા હાજર રહ્યાં હતાં.

તો આ કાર્યક્રમમાં અનેક હસ્તીઓએ ભાગ ઈધો હતો. જણાવી દઈએ કે ગુજરાત, બોલીવૂડ તેમજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો સાથે આપના નેતા અતિષી મરલીના અને કોંગ્રેસના નેતા દલબીર સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પણ વાંચો: સોમવારથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 4 દિવસના મહારાષ્ટ્રના પ્રવાસ પર, રાયગઢ કિલ્લાની મુલાકાત લઈને છત્રપતિ શિવાજીને શ્રદ્ધાંજલિ આપશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 06 ડિસેમ્બર: જમીન સંબંધિત કોઈપણ કામ આજે મુલતવી રાખો, વિજાતીય વ્યક્તિ સાથે મુલાકાત જૂની યાદો તાજી થશે

Next Video