AHMEDABAD : લાંભાના નવા બળિયાકાકા ટ્રસ્ટે રામ મંદિર માટે આપ્યું 1 કરોડનું દાન

|

Feb 01, 2021 | 7:24 PM

AHMEDABADથી માત્ર 10 કિમી. દૂર લાંભા ગામે બળિયાદેવની પવિત્ર ધાર્મિક સંસ્થાએ પણ રામ મંદિર નિર્માણ માટે મોટું દાન આપ્યું છે.

AHMEDABAD : લાંભાના નવા બળિયાકાકા ટ્રસ્ટે રામ મંદિર માટે આપ્યું 1 કરોડનું દાન

Follow us on

ઉત્તરપ્રદેશમાં અયોધ્યા ખાતે નિર્માણ પામનાર ભવ્ય રામ મંદિર માટે જનભાગીદારી અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાજ્ય સહિત સમગ્ર દેશમાં નિધિ સમર્પણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. VHPના નિધિ સમર્પણ અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો દિલ ખોલીને રામ મંદિર માટે દાન આપી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ઘણા વ્યક્તિઓ અને સંસ્થાઓ લાખો અને કરોડો રૂપિયાનું દાન આપી ચૂક્યા છે. ત્યારે AHMEDABADથી માત્ર 10 કિમી. દૂર લાંભા ગામે બળિયાદેવની પવિત્ર ધાર્મિક સંસ્થાએ પણ રામ મંદિર નિર્માણ માટે મોટું દાન આપ્યું છે.

શ્રી લાંભા નવા બળિયાકાકા પ્રો. ટ્રસ્ટે આપ્યું 1 કરોડનું દાન
AHMEDABADના વટવા નજીક લાંભા ગામે આવેલ પ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી લાંભા નવા બળિયાકાકા પ્રોપર્ટી ટ્રસ્ટે અયોધ્યા ખાતે નિર્માણ પામનાર ભવ્ય રામ મંદિર માટે રૂ. 1 કરોડના દાનની જાહેરાત કરી છે. શ્રી લાંભા નવા બળિયાકાકા પ્રોપર્ટી ટ્રસ્ટની વહીવટદાર કમિટીએ શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપતરાયને આ અંગે એક પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે અયોધ્યા ખાતે નિર્માણ પામનાર ભવ્ય રામ મંદિર માટે રૂ.1 કરોડનું દાન આપીને અમારું ટ્રસ્ટ તેમજ સમગ્ર હિન્દુ સમાજ દિવ્યભાવની અનુભૂતિ કરે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સાધુ-સંતોની હાજરીમાં ચેક અર્પણ કરાશે
શ્રી લાંભા નવા બળિયાકાકા પ્રોપર્ટી ટ્રસ્ટની વહીવટદાર કમિટીના નિખિલભાઈ પટેલે જણાવ્યું કે 2 ફેબ્રુઆરીના દિવસે ટ્રસ્ટની વહીવટદાર કમિટીના સભ્યો દ્વારા સાધુ-સંતોની હાજરીમાં વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ગુજરાત ક્ષેત્ર મંત્રી
અશોકભાઈ રાવલ, ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી અશ્વિનભાઈ પટેલ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત સહકાર્યવાહ ડો.સુનિલભાઈ બોરીસા સહિતના આગેવાનોને ટ્રસ્ટ દ્વારા રૂ.1 કરોડનો ચેક અર્પણ કરવામાં આવશે.

Next Article