Ahmedabad Metro: વગર ધરતીકંપે ગોમતીપુરનાં રહિશો બહાર દોડી આવ્યા, જાણો શું હતું કારણ

|

Feb 16, 2021 | 7:34 PM

Ahmedabad Metro:  ગોમતીપુરમાં મેટ્રોની કામગીરી દરમિયાન સ્થાનિક લોકોને ભૂંકપ જેવી ધ્રુજારી થઈ હોવાનું લાગ્યું. મેટ્રો કામગીરી મશીનથી કામ કરતી વખતે જમીનમાં ધ્રુજારી થઈ અને લોકો ઘરની બહાર આવી ગયા.

Ahmedabad Metro:  ગોમતીપુરમાં મેટ્રોની કામગીરી દરમિયાન સ્થાનિક લોકોને ભૂંકપ જેવી ધ્રુજારી થઈ હોવાનું લાગ્યું. મેટ્રો કામગીરી મશીનથી કામ કરતી વખતે જમીનમાં ધ્રુજારી થઈ અને લોકો ઘરની બહાર આવી ગયા. સ્થાનિકોએ મેટ્રો રેલની કામગીરીને લઇને અસંતોષ વ્યક્ત કર્યો. સ્થાનિકોએ માગ કરી કે મેટ્રોની કામગીરી શરૂ રહે ત્યા સુધી મકાનની વ્યવસ્થા કરી આપો અને જો મકાનને કામગીરી દરમિયાન નુકસાન થાય તો ભરપાઈ પણ કરવા માગ કરી છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે અગાઉ આ જ પ્રકારની સમસ્યા સર્જાતા 50 મકાનને નુકસાન થતાં 10 મકાનનું સમારકામ કરાવ્યું હતું જ્યારે 40 મકાન માટે કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આજે મકાનમાં ધ્રુજારી અનુભવાતા સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસ આવતા અને સ્થાનિકોએ વિરોધ કરતા મેટ્રો દ્વારા હાલ પુરતી કામગીરી બંધ કરી દેવામાં આવી છે.

 

Next Video