Ahmedabad : નરોડાના યુવાનની અનોખી સેવા, પોતાના વાહનને એમ્બ્યુલન્સ અને અંતિમયાત્રા વાહનમાં ફેરવ્યા

|

May 15, 2021 | 9:12 AM

એક બાજુ કોરોનાએ અમદાવાદમાં ભરડો લીધો હતો. હોસ્પિટલમાં બેડ ના મળે તો અંતિમ સંસ્કાર માટે શબવાહિની પણ મળતી નથી. તો દવાઓની અછત પણ જોવા મળતી હતી.

Ahmedabad : એક બાજુ કોરોનાએ અમદાવાદમાં ભરડો લીધો હતો. હોસ્પિટલમાં બેડ ના મળે તો અંતિમ સંસ્કાર માટે શબવાહિની પણ મળતી નથી. તો દવાઓની અછત પણ જોવા મળતી હતી. આ વચ્ચે એક સારા સમાચાર છે કે અમદાવાદમાં કોરોના દર્દીઓ કરતા સાજા થનાર લોકોની સંખ્યા વધી ગઈ છે.
આ વચ્ચે નરોડાના યુવાનનો અનોખો સેવા કાર્યનો પ્રયાસ કર્યો છે. આ યુવાને પોતાના વાહનને એમ્બ્યુલન્સ અને અંતિમયાત્રા વાહનમાં ફેરવ્યા હતા.

આ યુવકે પોતે અન્યની જાણેલી વેદના બાદ નિર્ણય લીધો હતો. શક્તિ ગ્રૂપ નરોડા દ્વારા નિઃશુલ્ક એમ્બ્યુલન્સ અને અંતિમયાત્રા રથ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ યુવાનો દ્વારા 20 કિંમી સુધી કોઈ ચાર્જ નહિ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ શક્તિ ગ્રૂપ નરોડા દ્વારા અંતિમવિધિની પણ નિઃશુલ્ક સામગ્રી આપે છે.

મીની લોકડાઉન વચ્ચે વાહન એમ્બ્યુલન્સ અને અંતિમયાત્રા રથ તૈયાર કરવામાં હાલાકી સર્જાઈ છે, છતાં તૈયાર કરવામાં આવ્યા છે વાહન. લોકોને મદદ કરવાના આશય સાથે વાહનો તૈયાર કર્યા છે. છેલ્લા 3 દિવસથી કાર્યરત કરાયેલ સેવામાં 10 થી વધુ લોકોએ સેવાનો લાભ લીધો હતો. 25 વર્ષથી અંતિમવિધિ માટેની સામગ્રી ફ્રીમાં આપે છે.

25 વર્ષ પહેલાં દાદાની અંતિમવિધિ માટે સામગ્રી લાવવા નાણાં ન હતા ત્યારે સંકલ્પ કર્યો હતો કે તેઓ લોકોને મદદરૂપ બનશે અને ફ્રીમાં સામગ્રી પુરી પાડશે. આ માટે હેલ્પ લાઈન નંબર પણ છે. 9974042446, 7778856124, 7623802324.

Next Video