AHMEDABAD : રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા પડાપડી, થલતેજમાં ઝાયડસ હોસ્પિટલ બહાર લાંબી લાઇન

|

Apr 11, 2021 | 2:13 PM

AHMEDABAD : રાજયભરમાં રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે પડાપડી થઈ રહી છે. સુરત શહેરમાં હોસ્પિટલ લાંબી લાઈન બાદ આજે અમદાવાદ શહેરમાં થલતેજમાં આવેલી ઝાયડ્સ હોસ્પિટલમાં આજથી રેમડેસિવિર ઈન્જેક્શનનું વેચાણ શરૂ કરાયું છે.

AHMEDABAD : રાજયભરમાં રેમડેસીવીર ઇન્જેક્શન મેળવવા માટે પડાપડી થઈ રહી છે. સુરત શહેરમાં હોસ્પિટલ લાંબી લાઈન બાદ આજે અમદાવાદ શહેરમાં થલતેજમાં આવેલી ઝાયડ્સ હોસ્પિટલમાં આજથી રેમડેસિવિર ઈન્જેક્શનનું વેચાણ શરૂ કરાયું છે. એવામાં હોસ્પિટલ બહાર વહેલી સવારથી જ રેમડેસીવીર ઈન્જેકશન મેળવવા માટે લોકો લાઈનમાં ઉભા રહી ગયા હતા. સવારે 6 વાગ્યાથી લોકો લાઈનમાં હતા.

 

હોસ્પિટલ બહાર 1 કિલોમીટરથી વધુ લાંબી લાઈન લાગી ગઈ હતી. હાલની સ્થિતિએ 700 લોકોને ટોકન આપવામાં આવ્યા છે. ટોકન આપવામાં આવશે તે મુજબ ઇન્જેક્શન આપવામા આવી રહ્યા છે. ઈન્જેક્શન લેવા માટે વહેલી સવારથી તડકામાં ઊભેલા લોકોને રાહત માટે પોલીસ મદદે દોડી આવી હતી. કલાકોથી તડકામાં ઉભેલા લોકોને સોલા પોલીસે પાણીની બોટલનું વિતરણ કર્યું હતું.

સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા પોલીસ પહોંચી

ઝાયડ્સ હોસ્પિટલની બહાર મોટી લાઈન અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા ઈન્ચાર્જ ડીસીપી મુકેશ પટેલ અને સોલા પોલીસ દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરવામાં આવી હતી. સોલા પોલીસ દ્વારા માઇકથી એનાઉસમેન્ટ કરી માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા લોકોને અપીલ કરવામાં આવી હતી. હાલની સ્થિતિએ જેટલા લોકોને ટોકન મળ્યા છે તેટલા લોકોને જ ઇન્જેક્શન આજે આપવામાં આવી રહ્યા છે.

આજથી ઝાયડસમાં રેમડેસિવિરનું વેચાણ શરૂં
ઉલ્લેખનીય છે કે આ ઝાયડસ હોસ્પિટલ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી લોકોને જરૂરિયાત મુજબ ઈન્જેક્શનનું વેચાણ કરાતું હતું. જોકે સ્ટોક ખૂટી પડતા ઝાયડસ કંપનીએ ગઈકાલે તેનું વેચાણ બંધ કર્યું હતું. જેના કારણે આજે કોરોનાના દર્દીઓના પરિવારની ચિંતામાં વધારો થયો હતો. જોકે આજથી ફરી ઝાયડસ રેમડેસિવિર ઈન્જેકશનનું વેચાણ શરૂ કરાતા મોટી સંખ્યામાં દર્દીના સ્વજનો ત્યાં પહોંચી ગયા હતા.

Published On - 1:51 pm, Sun, 11 April 21

Next Video