Ahmedabad: સી-પ્લેનની સેવા ફરીથી સ્થગિત, મેઈન્ટેનન્સ માટે માલદિવ્સ મોકલાયું

|

Feb 06, 2021 | 12:41 PM

સી-પ્લેનની સેવા ફરીથી સ્થગિત કરવામાં આવી છે. અમદાવાદથી કેવડિયા વચ્ચે ઉડાન ભરતા સી-પ્લેન એરક્રાફ્ટને મેઈન્ટેનન્સ માટે ફરીથી માલદિવ્સ મોકલવામાં આવ્યું છે. જેના કારણે હાલમાં સી પ્લેનની ઉડાન થોડા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે.

સી-પ્લેનની સેવા ફરીથી સ્થગિત કરવામાં આવી છે. અમદાવાદથી કેવડિયા વચ્ચે ઉડાન ભરતા સી-પ્લેન એરક્રાફ્ટને મેઈન્ટેનન્સ માટે ફરીથી માલદિવ્સ મોકલવામાં આવ્યું છે. જેના કારણે હાલમાં સી પ્લેનની ઉડાન થોડા દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. 31 ઓક્ટોબરે સી-પ્લેન સેવા શરૂ થયાના 28 દિવસ બાદ તેને મેઇન્ટેનન્સ માટે પરત માલદિવ્સ મોકલવામાં આવ્યું હતું. મેઇન્ટેનન્સમાંથી પરત આવ્યા બાદ 27 ડિસેમ્બરથી ફરીથી સેવા શરૂ કરાઈ હતી. પરંતુ એક મહિના બાદ એરક્રાફ્ટને ફરીથી માલદિવ્સ મોકલવામાં આવ્યું છે. સૂત્રોની વાત માનીએ તો, જે એરક્રાફ્ટ હાલ કાર્યરત છે તેને માત્ર ત્રણ મહિનામાં બીજી વખત કહેવાતા મેઇન્ટનેન્સ માટે લઇ જવુ પડે તેનો અર્થ એ છે કે જરૂરી પેપર પ્રક્રિયા પૂર્ણ થઇ ન હોવાથી આ પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા સ્પાઇસ શટલ સી પ્લેન ટ્વીન ઓટ્ટર 300 સિરિઝનું 19 સીટર બીચ એરક્રાફ્ટ જે માલદિવિયન કંપનીના નામથી રજિસ્ટર્ડ છે. 50 વર્ષ જૂના એરક્રાફ્ટને કેન્દ્ર સરકારે લીઝ કોન્ટ્રાક્ટ પર લીધેલુ છે.

Published On - 12:37 pm, Sat, 6 February 21

Next Video