Ahmedabad ICU on Wheel: કોરોના ટેસ્ટ માટે હવે તમારા ઘરે આવશે હરતી ફરતી લેબ, જાણો શું છે ખાસ આ સેવા

|

Apr 25, 2021 | 7:57 AM

Ahmedabad ICU on Wheel: કોરોનાની સારવાર તો ઠીક પણ ટેસ્ટ માટે જ શહેર અને ગામડાના લોકોને પણ દોડાદોડી કરવી પડી રહી છે. જોકે હવે લોકોને નહીં રઝળવું પડે. તમારા ઘર આંગણે આવશે હરતી ફરતી લેબ. દર્દીઓને પડતી અગવડને ધ્યાને રાખીને નવી એમ્બ્યુલન્સ અને લેબોરેટરી વાન શરૂ કરવામાં આવી છે

Ahmedabad ICU on Wheel: કોરોનાની સારવાર તો ઠીક પણ ટેસ્ટ માટે જ શહેર અને ગામડાના લોકોને પણ દોડાદોડી કરવી પડી રહી છે. જોકે હવે લોકોને નહીં રઝળવું પડે. તમારા ઘર આંગણે આવશે હરતી ફરતી લેબ. દર્દીઓને પડતી અગવડને ધ્યાને રાખીને નવી એમ્બ્યુલન્સ અને લેબોરેટરી વાન શરૂ કરવામાં આવી છે જેની અંદર જ RTPCR ટેસ્ટ કરવામાં આવશે. આ લેબવાનમાં જ રસીકરણ અને બ્લડ કલેક્શન સહિતની કામગીરી પણ થશે. આવી 7 નવી એમ્બ્યુલન્સ, 1 ICU ઓન વ્હીલ અને 2 લેબોરેટરી વાન અમદાવાદમાં દોડતી થઈ જશે.

અગાઉ રાજ્યમાં RTPCR ટેસ્ટની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા ૨૬ શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટની વ્યવસ્થા શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ ધરાવતા આ શૈક્ષણિક સંસ્થાનોમાં RTPCR ટેસ્ટ શરૂ કરાઈ. આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ માહિતી આપી કે ૨૬ શૈક્ષણિક સંસ્થાનોમાં આરટીપીસીઆર ટેસ્ટ શરૂઆત કરી દેવામાં આવી છે જેનાથી તમામ જિલ્લાઓમાં આરોગ્યના વહીવટીતંત્રને મોટી મદદ મળશે.

જે તે જિલ્લાઓમાં આરોગ્ય તંત્ર RTPCR ટેસ્ટ માટે સેમ્પલ કલેક્ટ કરશે અને આર આ લેબોરેટરીઓને મોકલી આપશે. ગુજરાત રાજ્યની વર્તમાન ટેસ્ટિંગ ક્ષમતામાં આ વધારાની ૨૬ સંસ્થાઓની સુવિધા ઉમેરાતાં આરટીપીસીઆર ટેસ્ટ ક્ષમતા લગભગ બમણી થઈ ગઈ છે.

શહેરમાં સતત વધી રહેલા કેસ વચ્ચે RTPCR ટેસ્ટ માટે ચારેતરફ બુમ પડી ગઈ હતી જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે દેશમાં પહેલીવાર અમદાવાદ શહેરમાં જીએમડીસી મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. લોકો જે રીતે ટેસ્ટ માટે ખાનગી લેબોરેટરીમાં લાઈનો લાગે છે એને ઓછી કરવા માટે શરૂ કરવામાં આવેલા આ કલેક્શન સેન્ટરમાં લોકો ટેસ્ટ કરાવવા માટે પહોંચે છે.

ટેસ્ટ કરાવવા આવનારા લોકોએ સૌથી પહેલા લેબ દ્વારા આપવામાં આવેલા મોબાઈલમાં QR કોડ સ્કેન કરવાનો હોય છે, મોબાઈલમાં સ્કેન કર્યા બાદ તેમની તમામ માહિતી સાથે રજિસ્ટ્રેશન કર્યા બાદ કાર અંદર કલેક્શન સેન્ટર પર આવે છે. કારમાંથી નીચે ઊતર્યા વગર જ શંકાસ્પદ વ્યક્તિનાં સેમ્પલ PPE કિટ પહેરેલી વ્યક્તિએ લે છે. આ સુવિધામાં માત્ર 5 મિનિટમાં જ સેમ્પલ આપી લોકો પરત ફરતા હતા. ન્યૂબર્ગ સુપ્રાટેક લેબોરેટરી દ્વારા 10 જેટલાં કલેક્શન સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે. ઉપરાંત વોકિંગ ટેસ્ટ સેન્ટર પણ ઊભાં કરવામાં આવ્યાં છે, જ્યાં લોકો જાતે આવી લાઈનમાં આવીને ટેસ્ટ કરાવી રહ્યા છે.

Next Video