Ahmedabad: ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં ICU બેડ ફૂલ, નવા દર્દીઓને દાખલ કરવાનું કરાયું બંધ

|

May 03, 2021 | 11:52 AM

મેડિકલ સ્ટાફના અભાવે 900 બેડમાંથી જૂજ બેડ જ હાલ કાર્યરત છે. ઓક્સિજન સપ્લાય ઓછો હોવાને કારણે કેટલાક ICU બેડ જ કાર્યરત છે.

અમદાવાદની 900 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલમાં ICU બેડ ફૂલ થતા નવા દર્દીઓને દાખલ કરવાનું બંધ કરાયું છે. સાથે જ જનરલ વોર્ડના પણ 25 બેડ જ ખાલી છે. ICU બેડ ખાલી ના હોવાથી 108 ને પણ મોકલવામાં આવતી નથી. મેડિકલ સ્ટાફના અભાવે 900 બેડમાંથી જૂજ બેડ જ હાલ કાર્યરત છે. ઓક્સિજન સપ્લાય ઓછો હોવાને કારણે કેટલાક ICU બેડ જ કાર્યરત છે. હોસ્પિટલ શરૂ થયાના 10 દિવસ બાદ પણ ડોક્ટરો, સ્ટાફ અને ઓક્સિજનની અછત છે, તેથી 900માંથી ગણતરીના બેડ જ કાર્યરત હોવાની ચર્ચા છે.

Next Video