AHMEDABAD : હોસ્પિટલમાં ભયાવહ દ્રશ્યો, સ્વજનોના અંતિમ દર્શન માટે જોવી પડે છે કલાકો સુધી રાહ

|

Apr 13, 2021 | 7:22 PM

AHMEDABAD : કોરોનાને કારણે શહેરની હોસ્પિટલોમાં ભયાવહ દ્રશ્યો જોવા મળે છે. દર્દીઓથી હોસ્પિટલો ફુલ છે. તો કોરોના દર્દીઓનાં મોતના આંકડા સતત વધતા હોસ્પિટલ તંત્ર પણ પરેશાન છે.

AHMEDABAD : કોરોનાને કારણે શહેરની હોસ્પિટલોમાં ભયાવહ દ્રશ્યો જોવા મળે છે. દર્દીઓથી હોસ્પિટલો ફુલ છે. તો કોરોના દર્દીઓનાં મોતના આંકડા સતત વધતા હોસ્પિટલ તંત્ર પણ પરેશાન છે. કોરોનાના દર્દી વધતા અમદાવાદની સોલા સિવિલમાં અત્યંત ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સોલા સિવિલમાંથી એક કલાકમાં 4 મૃતદેહ આપવામાં આવ્યા. સ્વજનોને અંતિમ દર્શન માટે 8 થી 12 કલાકની રાહ જોવી પડી રહી છે. મૃતદેહ લઈ જવા માટે શબવાહિનીની અછત હોવાથી ICU વાનમાં એકસાથે બે ડેડબોડી લઈ જવામાં આવી.

 

 

સોલા સિવિલમાં કોરોનાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.બપોરે 12થી 1 વાગ્યા સુધીના એક કલાકમાં 4 મૃતદેહ આપવામાં આવ્યા છે.મૃતદેહ લેવા માટે 8થી 12 કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું છે.મૃતદેહ મેળવવા માટે દર્દીઓના સગાઓને 12-12 કલાક રાહ જોવી પડે છે.સ્વજનના અંતિમ દર્શન કરવા 10થી 12 કલાક પરિવારજનો રાહ જોય છે. મૃતદેહ લઈ જવા ડેડબોડી વાનની અછત સર્જાઈ છે. ICU વાનમાં બે બે મૃતદેહ લઈ જવાની ફરજ પડી છે.

પોતાની માતાનો મૃતદેહ લેવા માટે આવેલા યુવકે જણાવ્યું હતું કે મારી માતાનું સવારે 5 વાગ્યે કોરોનાથી મૃત્યુ થયું છે.સવારે 6 વાગ્યાથી મૃતદેહ મેળવવા રાહ જોઈ રહ્યા છે. પરંતુ 12 કલાક થયા હોવા છતાં હજી સુધી મૃતદેહ મળ્યો નથી. હોસ્પિટલ તંત્ર મૃતદેહ આપવા બહાના કાઢતા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.સ્મશાનમાં લાઇન અને ડેડબોડી વાનની અછતને કારણે મૃતદેહ આપવામાં વિલંબ કરવામાં આવે છે.દર્દીઓના સગાઓએ આક્ષેપ કર્યો છે કે સોલા સિવિલમાં 20 મૃતદેહ પડ્યા છે. પરંતુ મૃતદેહ સમયસર આપતા નથી.

Published On - 4:57 pm, Tue, 13 April 21

Next Video