Ahmedabad Heatwave: રાજ્યભરમાં ગરમીને લઈ ઉકળાટ, મોટાભાગનાં શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર

|

Mar 30, 2021 | 4:00 PM

Ahmedabad Heatwave:  હીટવેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 1.1 ડીગ્રી વધી રવિવારે 41.7 ડીગ્રીએ પહોંચી ગયું હતું. આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય શહેરોમાં ગરમીનું જોર વધવા સાથે પારો 42 ડીગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી

Ahmedabad Heatwave:  હીટવેવની અસરથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન 1.1 ડીગ્રી વધી રવિવારે 41.7 ડીગ્રીએ પહોંચી ગયું હતું. આગામી બે દિવસ અમદાવાદ સહિત રાજ્યનાં અન્ય શહેરોમાં ગરમીનું જોર વધવા સાથે પારો 42 ડીગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે. રવિવારે દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં મોટા ભાગનાં શહેરોમાં ગરમીનો પારો 40 ડીગ્રીથી વધુ રહ્યો હતો. 11 શહેરમાં તો ગરમી 41 ડીગ્રીને પાર કરી ગઈ હતી. 42.7 ડીગ્રી સાથે ડીસા અને સુરેન્દ્રનગર સૌથી ગરમ હતા. આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હીટવેવ ચાલુ રહેવાની આગાહી છે

 

રાજ્યમાં કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં બે દિવસ હિટવેવ રહેવાની આગાહી વચ્ચે ગીર-સોમનાથ, દીવ, કચ્છ, પોરબંદરમાં હિટવેવની વધુ અસર જોવા મળશે. અમદાવાદમાં તો 28 તારીખે જ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું.

અગાઉ પણ હવામાન વિભાગે ચાર દિવસ માટે હિટવેવની આગાહી કરી હતી. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આગામી 4 દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધવાની સાથે સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં હિટવેવની આગાહી કરવામાં આવી હતી. એપ્રિલની શરૂઆત વચ્ચે ગરમીએ પણ તેનો સપાટો બોલાવવાની શરૂઆત કરી છે.

Next Video