VIDEO: અમદાવાદમાં વસ્ત્રાલ પાસે ટ્રકની અડફેટે આવતા વિદ્યાર્થિનીનું મોત, રોષે ભરાયેલા લોકોએ રસ્તો કર્યો ચક્કાજામ

અમદાવાદના વસ્ત્રાલમાં ટ્રકની અડફેટે સાયકલસવાર વિદ્યાર્થિનીનું મોત થયા બાદ સંગ્રામ મચી ગયો. રોષે ભરાયેલા લોકોના ટોળાએ રસ્તો ચક્કાજામ કરીને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેને પગલે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. કેટલાક શખ્સોને પોલીસ ગાડીમાં બેસાડીને લઈ ગઈ હતી. આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક, યુવકને જાહેરમાં માર મારતો […]

VIDEO: અમદાવાદમાં વસ્ત્રાલ પાસે ટ્રકની અડફેટે આવતા વિદ્યાર્થિનીનું મોત, રોષે ભરાયેલા લોકોએ રસ્તો કર્યો ચક્કાજામ
| Updated on: Jun 15, 2019 | 5:05 AM

અમદાવાદના વસ્ત્રાલમાં ટ્રકની અડફેટે સાયકલસવાર વિદ્યાર્થિનીનું મોત થયા બાદ સંગ્રામ મચી ગયો. રોષે ભરાયેલા લોકોના ટોળાએ રસ્તો ચક્કાજામ કરીને પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેને પગલે ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. કેટલાક શખ્સોને પોલીસ ગાડીમાં બેસાડીને લઈ ગઈ હતી.

આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક, યુવકને જાહેરમાં માર મારતો VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

VIDEOમાં જોઈ શકાય છે કે થોડીવાર માટે વસ્ત્રાલ વિસ્તારમાં કેવો તંગદીલીનો માહોલ સર્જાયો છે. આ આખીય ઘટના વિદ્યાર્થિનીના મોત બાદ સર્જાઈ. સવારે એક વિદ્યાર્થિની સાઈકલ પર શાળાએ જઈ રહી હતી તે દરમિયાન પૂરપાટ ઝડપે જઈ રહેલી ટ્રકની અડફેટે આવી જતાં તેનું ઘટનાસ્થળે જ તેનું મોત થયું છે. મૃતક વિદ્યાર્થિની RAFના જવાનની દીકરી હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ રોષે ભરાયેલા લોકો પથ્થરમારો કર્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો