AHMEDABAD : GCCI એ બજેટને આવકાર્યું, ગુજરાત માટે ફાયદાકારક ગણાવ્યું

|

Feb 01, 2021 | 3:53 PM

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે, કેન્દ્રિય નાણાંં પ્રધાન નિર્મલા સિતારમણે રજુ કરેલ નાણાકીય વર્ષ 2021 અને 22 માટેના અંદાજપત્રને આવકાર્યુ હતું. આ અંદાજપત્રમાં ડાયરેક્ટ ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉપરાંત મેન્યુફેક્ચરિંગમાં જાહેર કરવામાં આવેલા 13 PLI મેન્યુફેક્ચરિંગનું હબ ગણાતા ગુજરાત માટે ફાયદાકારક હોવાનું ચેમ્બર ઓફ કોમર્સે ગણાવ્યુ છે.

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે દેશના ઈતિહાસમાં પ્રથમ વાર ડીજીટલ બજેટ રજૂ કર્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે રજૂ કરેલા આ બજેટને શેર બજારે લીલી ઝંડી આપી છે. બજેટમાં જાહેર કરવામાં આવેલી જોગવાઈઓને કારણે શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો. તો આ તરફ ગુજરાતમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ – GCCIએ પણ બજેટને આવકાર્યું છે. Tv9 ગજરાતીએ GCCIના પ્રમુખ નટુભાઈ પટેલ સાથે વાત કરી અને આજે રજૂ થયેલ બજેટ અંગે પ્રતિભાવો જાણ્યા.

બજેટને આવકારતા GCCIના પ્રમુખ નટુભાઈ પટેલે કહ્યું કે આ બજેટમાં ડાયરેક્ટ ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉપરાંત મેન્યુફેક્ચરિંગમાં જાહેર કરવામાં આવેલા 13 PLI મેન્યુફેક્ચરિંગનું હબ ગણાતા ગુજરાત માટે ફાયદાકારક છે. ટેક્સટાઈલ અને ડિફેન્સમાં જે PLI સ્કીમો જાહેર કરવામાં આવી છે એનાથી જામનગર અને સુરતને ફાયદો થશે. આ ઉપરાંત GCCIના પ્રમુખ નટુભાઈ પટેલે રાજ્ય માટે બજેટના અન્ય લાભ પણ જણાવ્યા.

Next Video