Ahmedabad અનુસૂચિત જાતિના યુવકના મોત મુદ્દે વિરોધ, પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

|

Mar 09, 2021 | 3:27 PM

Ahmedabad : મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. અનુસૂચિત જાતિ સમુદાયના લોકો એલિસબ્રિજ પોલીસ સ્ટેશને એકઠા થયા હતા. પરિવારજનોએ કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવાની માંગ કરી છે.

Ahmedabad ના નિયોજન નગરમાં શ્રમિકના મોતનો મુદ્દો ગરમાયો છે. એલિસબ્રિજ પોલીસ સ્ટેશને એકઠા થયેલા અનુસૂચિત જાતિ સમુદાયના લોકો અને પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. પરિવારજનોએ કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધવાની માંગ કરી છે. મહત્વનું છે કે પ્રવીણ સોમૈયા નામના શ્રમિકનું ગઈકાલે મોત થયું હતું. તે કન્સ્ટ્રક્શન સાઈટ પર કામ કરી રહ્યો હતો તે દરમિયાન નીચે પટકાતા મોતને ભેટ્યો હતો. પરિવારની વાત માનીએ તો, એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં 304 મુજબ ફરિયાદ ન લેવાતા તેમણે મૃતદેહ સ્વીકાર્યો નથી.

Next Video