Ahmedabad: તમને ખબર છે 20 દિવસમાં શહેરમાં કેટલા રેમડેસિવિર ઈન્જેક્શન ઉપયોગમાં આવ્યા? જાણો AMCનો આંકડો

|

Apr 28, 2021 | 10:43 AM

Ahmedabad : 8 એપ્રિલ 2021થી લઇને 27 એપ્રિલ 2021 સુધી અમદાવાદમાં 94 હજાર વાયલ રેમડેસિવિર ઇન્જેક્શનનો ઉપયોગ થયો છે.

Ahmedabad : 8 એપ્રિલ 2021થી લઇને 27 એપ્રિલ 2021 સુધી અમદાવાદમાં 94 હજાર વાયલ રેમડેસિવિર ઇન્જેક્શન(Remdesivir Injection)નો ઉપયોગ થયો છે. AMCએ જાહેર કરેલી યાદીમાં રેમડેસિવિર ઇન્જેક્શનના વિતરણ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, AMCને ગુજરાત સરકાર તરફથી કુલ 95 હજાર વાયલ રેમડેસિવિર ઇન્જેક્શન પ્રાપ્ત થયા છે. જેમાંથી કુલ 315 અલગ અલગ કોવિડ હોસ્પિટલમાં 94 હજાર વાયલ રેમડેસિવિરનો ઉપયોગ થઇ ચૂક્યો છે.

AMCએ વધુમાં કહ્યું કે, SVP તરફથી તમામ MoU ડેઝિગ્નેટેડ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સને રેમડેસિવિરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હોમ આઇસોલેશનવાળા દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે સાથે જ આઇસોલેટેડ દર્દીને રેમડેસિવિર ઇન્જેક્શન પ્રિસ્ક્રાઇબ કરવું એ મેડિકલ સિદ્ધાંતોની વિરુદ્ધ હોવાનું પણ AMCએ જણાવ્યું. યાદીમાં AMCએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા મળતા રેમડેસિવિર ઇન્જેક્શનના જથ્થા અનુસાર વિતરણ મર્યાદિત છે તથા સરકાર તરફથી AMCને જે સ્ટોક મળે છે, તે સંબંધિત હોસ્પિટલોને પહોંચાડી દેવામાં આવે છે જરૂરિયાત ન હોય છતાં રેમડેસિવિર આપતા ક્લિનિક અને કોવિડ હોસ્પિટલોને AMCને ચેતવણી પણ આપી છે.

 

જણાવવું રહ્યું કે રેમડેસિવિરનાં કાળા બજારની ઘટનાઓ પણ ઘણી સામે આવી છે જે બાદ અમદાવાદ કોર્પોરેશન દ્વારા આંકડા બહાર પાડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. કાળાબજારની વાત કરવામાં આવે તો સુરતથી જ રેમડેસિવિર ઇન્જેક્શન બ્લેકમાં વેચતા 1 ડૉક્ટર સહિત 4 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. PCBએ ત્રણ રેમડેસિવિર ઇન્જેક્શન જપ્ત કર્યા કે જે બજારમાં 12 હજાર અને 14 હજારમાં વેચવામાં આવતા હતા. સુરત શહેરના લાલગેટ વિસ્તારમાંથી આ રેકેટ ઝડપાયું હતું.

જો કે આ તરફ રેમડેસિવિર માટે દર્દીના સ્વજનોના હવાતિયાના મારી રહ્યા છે. સોલા સિવિલમા વહેલી સવારથી લાંબી કતારો લાગી કેમકે શહેરની હોસ્પિટલોમા દાખલ દર્દીને SVP માથી રેમડેસિવિર નથી મળતા જેને કારણે લોકો રીતસર ધક્કા ખાઈ રહ્યા છે. દર્દીઓને SVPમાંથી સોલા સિવિલ મોકલાય છે અને અહીં પણ રેમડેસિવિર આપવાની જગ્યાએ કોઇ જ સ્ટાફ નહી દેખાતા લોકોની હાલાકી ઓર વધી ગઈ છે.

SVP હોસ્પિટલ બહાર પણ રેમડેસિવિર ન મળતા દર્દીના સગાઓએ હંગામો કર્યો હતો. ચાર-પાંચ દિવસથી બહાના કાઢી ધક્કા ખવડાવતા લોકો વિફર્યા હતા. એક પણ દર્દીને રેમડેસિવિર ન અપાયા હોવાની ફરિયાદ ઉઠ્યા છતાં સત્તાધીશો અને અધિકારીઓ કોઈનું સાંભળતા નથી ઉપરથી AMC સત્તાધીશો રેમડેસિવિરનો બારોબાર વહીવટ કરાતો હોવાનો આક્ષેપ પણ લોકોએ લગાડ્યા હતા.

Next Video