કોરોનાકાળમાં અનેક પરિવારજનોએ તેમના મોભી ગુમાવ્યા છે, જેને કારણે પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે આ પરિવારજનોને આર્થિક મદદ કરવા માટે ડાયમંડ એસોસિએશન (Dimond Association) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ચાલુ વર્ષ દરમિયાન અમદાવાદ ડાયમંડ એસોસિએશન સાથે સંકળાયેલા જે સભાસદોએ(Members) કોરોનાનાં કારણે મુત્યુ થયું હોય, તેવા સભાસદોના વારસદારને 80 હજાર રૂપિયાની આર્થિક મદદ કરીને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. સામાન્ય રીતે,દરવર્ષે અમદાવાદ ડાયમંડ એસોસિએશન દ્વારા મૃત્યુ પામેલા તેમના સભાસદોને શ્રદ્ધાંજલિ(Tribute) પાઠવીને આર્થિક મદદ પણ કરવામાં આવે છે. જેથી મૃત્યુ પામેલા સભાસદોના પરિવારજનોને મદદ મળી શકે.
આ વર્ષ, અમદાવાદ ડાયમંડ એસોસિએશન સાથે સંકળાયેલા 22 સભાસદોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો (Death) હતો. ત્યારે તેમના વારસદારને પૂર્વ ધારાસભ્ય તેમજ અમદાવાદ ડાયમંડ એસોસિએશનના સ્થાપક તેમજ એસોસિએશનના હોદ્દેદારો (Association Members) દ્વારા 80 હજાર રૂપિયાનો ચેક(Cheque) એનાયત કરીને આર્થિક મદદ કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ છે કે, અમદાવાદ ડાયમંડ એસોસિએશન સાથે સંકળાયેલા હોદ્દેદારો તેમજ કારોબારી સભ્ય દ્વારા મુત્યુ પામેલા સભાસદોને મદદ કરવા માટે દર વર્ષે ફંડ (Fund) એકઠું કરવામાં આવે છે. ઉપરાંત જે ફંડ એકઠું થાય તેના સરખા ભાગ પાડીને તેનું વિતરણ કરવામાં આવતું હોય છે. જો કે ચાલુ વર્ષે અમદાવાદ ડાયમંડ એસોસિએશન દ્વારા 17.60 લાખ રૂપિયાનું ફંડ એકઠું કરાયું હતું જેને 22 સભાસદોના વારસદારને (Heir)વિતરણ કરવામાં આવ્યું હતું. જેથી જે સભાસદોના પરિવારે તેમનો મોભી ગુમાવ્યો હોય,તેમને આર્થિક મદદ મળી શકે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાને(Corona) કારણે અનેક પરિવારના માળા વિંખાય ગયા છે અને કેટલાક પરિવારે મોભી ગુમાવતા ઘણી આર્થિક મુશ્કેલીનો(Financial Crisis) સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે અમદાવાદ ડાયમંડ એસોસિએશનનની આ પહેલથી અનેક પરિવારોને આર્થિક મદદ મળશે.