Ahmedabad : ઓઢવના વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટીમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા

|

Mar 29, 2022 | 10:59 PM

અમદાવાદના ઓઢવના વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટીમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં બે બાળકો સાથે માતા-પિતાના મૃતદેહ મળ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. તેમજ આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

અમદાવાદના(Ahmedabad)  ઓઢવના(Odhav)  વિરાટનગરની દિવ્યપ્રભા સોસાયટીમાં એક જ પરિવારના ચાર સભ્યોના મૃતદેહ(Dead Body) મળી આવ્યા છે. જેમાં બે બાળકો સાથે માતા-પિતાના મૃતદેહ મળ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. તેમજ આ હત્યા છે કે આત્મહત્યા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.અમદાવાદના ઓઢવમાં એક જ પરિવારના 4 સભ્યોની હત્યાના કેસમાં વૃદ્ધા, મહિલા અને દીકરી અને દીકરાનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં ઘરનો મોભી ફરાર થયો છે. તેમજ 15 દિવસથી પરિવાર અહીં રહેવા આવ્યો હતો. તેમજ 4 દિવસ પહેલા હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા છે. જેમાં 4 મૃતદેહ અલગ અલગ રૂમમાંથી મળી આવ્યા છે. તેમજ મૃતદેહ પર હથિયારના ઘા માર્યા હોવાના નિશાન મળ્યા છે. જ્યારે પોલીસે વિનોદ મરાઠી નામના ઘરના મોભીની શોધખોળ શરૂ કરી છે.

સોનલની માતાએ રિપોર્ટ લખાવ્યા બાદ તપાસ શરૂ  કરાઇ હતી

વિનોદે કેટલાક દિવસ પહેલા સાસુ પર હુમલો કર્યો હતો. તેમજ હત્યા પાછળ પારિવારિક કારણો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.જેમાં મળી આવેલા ચાર મૃતદેહોમાં મૃતક સોનલ વિનોદ મરાઠી, મૃતક ગણેશ વિનોદ મરાઠી, મૃતક પ્રગતિ વિનોદ મરાઠી અને 70 વર્ષના સુભદ્રાબેન, વિનોદની સાસુનીમાં (સોનલના દાદી) હોવાનું જાણવા મળ્યું છે. તેવો 15 દિવસથી અહીં રહેવા આવ્યા છે. જ્યારે પહેલા આ લોકો નિકોલમાં રહેતા હતા. આ અંગે સોનલની માતાએ રિપોર્ટ લખાવ્યો કે તેમની દીકરી નથી મળી રહી અને તપાસ શરૂ થઈ હતી.

આ પણ વાંચો :  Gujarat માં આગામી ત્રણ દિવસ હિટવેવની આગાહી, ગરમીનો પારો 40 ડિગ્રીને પાર

આજનું રાશિફળ તારીખ : 14-03-2025
Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા

આ પણ વાંચો :  Ahmedabad: સરખા નામના કારણે ખોટા કેન્દ્ર પર પહોચી ગયેલી ધો.10ની વિદ્યાર્થિનીને પોલીસે સાચા કેન્દ્ર પર પહોંચાડી

 

Published On - 9:08 pm, Tue, 29 March 22