Ahmedabad Corporation: કોર્પોરેશન સંલગ્ન 175 હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે અને કયા નંબર પર ફોન કરવો, મેળવો વિગત

|

May 07, 2021 | 3:27 PM

Ahmedabad Corporation: ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈ હાઈકોર્ટ દ્વારા સુઓમોટો રીટ હાથ ધરવામાં આવી હતી. આ રીટમાં રાજ્ય સરકાર સહિત અમદાવાદ કોર્પોરેશનને વિવિધ વિગતો અને દિશા નિર્દેશોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

Ahmedabad Corporation: કોર્પોરેશન સંલગ્ન 175 હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે અને કયા નંબર પર ફોન કરવો, મેળવો વિગત
Ahmedabad Corporation: કોર્પોરેશન સંલગ્ન 175 હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે અને કયા નંબર પર ફોન કરવો, મેળવો વિગત

Follow us on

Ahmedabad Corporation: ગુજરાતમાં કોરોનાની સ્થિતિને લઈ હાઈકોર્ટ દ્વારા સુઓમોટો રીટ હાથ ધરવામાં આવી હતી. આ રીટમાં રાજ્ય સરકાર સહિત અમદાવાદ કોર્પોરેશનને વિવિધ વિગતો અને દિશા નિર્દેશોનું પાલન કરવા માટે સૂચના આપવામાં આવી હતી. ખાસ કરીને શહેરનાં દર્દીઓ માટે રિઅલ ટાઈમ બેડ ડેટા ક્યારેય ઉપલબ્ધ નોહતો થતો અને તેને લઈને દર્દીઓ તેમજ તેના સગાઓને ઘણી તકલીફ પડતી હતી.

હાઈકોર્ટનાં આદેશ બાદ હવે AMCએ પોતાની વેબસાઈટ  https://ahmedabadcity.gov.in પર ડેટા અપલોડ કરવાના રહેશે અને આના આધારે જ દર્દી વિગતો મેળવી શકશે. આ સાથે ધનવન્તરિ હોસ્પિટલની વિગતો માટે 6357-374805 નંબર આપવામાં આવ્યો છે કે જેને આધારે પેશન્ટનાં સગા વિગતો મેળવી શકશે.

અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. એવામાં શહેરમાં કોરોનાની સારવાર કરતી 171 ખાનગી હોસ્પિટલો અને 42 કોવિડ કેર સેન્ટરમાં ગઇકાલની સ્થિતિએ 14 ઓક્સિજન બેડ ખાલી છે જ્યારે એક પણ વેન્ટિલેટર ઉપલબ્ધ નથી. એવામાં કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓના પરિજનો પણ બેડ શોધવામાં આમથી તેમ દોડાદોડી કરી રહ્યા છે, છતાં નિરાશા જ હાથમાં આવી રહી છે.

શહેરની ખાનગી હોસ્પિટલો, કોવિડ સેન્ટર તથા ડેડિકેટેડ કોવિડ સેન્ટરોમાં પ્રાઈવેટ તથા AMC ક્વોટાના 12260 બેડમાંથી 2578 બેડ ખાલી છે, જેમાં 505 બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. ખાનગી હોસ્પિટલોમાં AMC અને પ્રાઈવેટ ક્વોટાના થઈને આઈસોલેશનના 342, HDUના 153 બેડ તથા 10 ઓક્સિજન બેડ ખાલી છે અને એકપણ વેન્ટિલેટર ખાલી નથી. AHNAની વેબસાઈટ મુજબ અમદાવાદની AMC દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ 171 ખાનગી હોસ્પિટલમાં પ્રાઈવેટ ક્વોટાના 6210 તથા AMC ક્વોટાના 899 બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં 2139, HDUમાં 2891, ICUમાં 1105 અને ICU વિથ વેન્ટિલેટર પર 469 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવતા આંકડાઓ પર નજર કરીએ તો પાછલા 10 દિવસની સ્થિતિ આપની નજર સમક્ષ છે. એક સમય હતો કે રાજ્યમાં 14 હજાર 605ને પાર પોઝિટિવ કેસોનો આંક પહોંચી ગયો હતો જ્યારે 180 કરતા વધુ દર્દીઓના મોત નિપજ્યા હતા જોકે હવે ક્રમશઃ આંકડાનો ગ્રાફ નીચે ઉતરી રહ્યો છે. પાછલા 10 દિવસના કોરોના આંકડાઓ અને 4 મહાનગરોની સ્થિતિ પર નજર કરીએ તો અંદાજ આવશે કે હાલની સ્થિતિમાં કેટલો સુધારો છે.

અમદાવાદની વાત કરીએ તો, 10 દિવસ અગાઉ એટલે કે 27 એપ્રિલના રોજ અમદાવાદમાં 5 હજાર 725 કેસ સાથે 26 દર્દીના મોત થયા હતા તો 2003 દર્દીઓ સાજા થયા હતા જોકે 10 દિવસ બાદ સ્થિતિમાં સુધારો થયો છે અને પાછલા 24 કલાકમાં 3957 કેસ સાથે 17 દર્દીના મોત થયા જ્યારે 5,143 દર્દીઓ સાજા થયા.

 

Next Video