Ahmedabad Corona Update: કોર્પોરેશને આખરે જાહેર કરી માહિતિ, દરરોજ 1300થી 1400 દર્દીઓ દાખલ થતા હોવાનો ખુલાસો

|

Apr 27, 2021 | 12:13 PM

Ahmedabad Corona Update: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આખરે માહિતી જાહેર કરવામાં આવી છે. જણાવાયા પ્રમાણે તમામ હોસ્પિટલમાં દરરોજ 1300 થી 1400 દર્દી દાખલ થતા હોવાનો ખુલાસો કરાયો છે. આ દર્દીઓ પૈકી 225 થી 250 દર્દી 108 મારફતે દાખલ થતા હોવાનો ખુલાસો કરાયો છે.

Ahmedabad Corona Update: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આખરે માહિતી જાહેર કરવામાં આવી છે. જણાવાયા પ્રમાણે તમામ હોસ્પિટલમાં દરરોજ 1300 થી 1400 દર્દી દાખલ થતા હોવાનો ખુલાસો કરાયો છે. આ દર્દીઓ પૈકી 225 થી 250 દર્દી 108 મારફતે દાખલ થતા હોવાનો ખુલાસો કરાયો છે. 250 દર્દીમાંથી 115 દર્દી મેડિસિટી કેમ્પસમાં અને અન્ય દર્દી અન્ય હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અમદાવાદમાં થતા એડમિશનમાં 18 ટકા એડમિશન 108 મારફતે થતા હોવાનો AMCનો ખુલાસો છે. ધન્વંતરિ હોસ્પિટલમાં 50 દર્દી એડમિટ કર્યાનો પણ ખુલાસો કર્યો છે. જાહેર કરેલી માહિતીમાં 108 AMC સંચાલિત સેવા નહીં હોવાનું જણાવાયું છે.

એક એક શ્વાસ માટે લોકો હોસ્પિટલ બહાર લાંબી લાઇન લગાવીને બેઠા છે, એ આશાએ કે હમણાં કોઇ બેડ ખાલી થાય અને તેમનો નંબર આવે ને જીવ બચી જાય. પરંતુ, અમદાવાદ મનપાનું ગણિત કંઇક અલગ જ છે. AMCએ જાહેર કરેલી યાદી પ્રમાણે જો જોવા જઇએ તો અમદાવાદમાં હાલ 191 જેટલા ક્રિટિકલ બેડ ખાલી છે. વિગતવાર નજર કરીએ તો, SVPમાં 13, VS હોસ્પિટલમાં 14, LG હોસ્પિટલમાં 14, શારદાબેન હોસ્પિટલમાં 20, ખાનગી હોસ્પિટલોમાં 40, નર્સિંગ હોમ્સમાં 59, સિવિલ હોસ્પિટલમાં 31 બેડ ખાલી છે. આ બેડ એવા છે જ્યાં ICU + ઓક્સિજનની સુવિધા છે એટલે કે આ આંકડો માત્ર ક્રિટિકલ બેડનો છે.

ગુજરાત કોરોનાની સૌથી વિકટ સ્થિતિ યથાવત છે, સંક્રમણ વધી રહ્યું છે,,,શ્વાસ ખૂટી રહ્યા છે. હોસ્પિટલોના હાલ બેહાલ છે તો દર્દીઓ અકાળે અવસાન પામી રહ્યા છે. આ વિકટ સ્થિતિ વચ્ચે રાજ્યમાં પાછલા 24 કલાકમાં 14,340 પોઝિટિવ કેસ નોંધાયા તો 158 દર્દીઓના મોત નિપજ્યા. નવા કેસ સાથે રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 5 લાખને પાર પહોંચી છે અને કુલ કેસ 5 લાખ 10 હજાર 274ને પાર પહોંચી છે તો રાજ્યમાં મૃત્યુઆંક વધીને 6 હજાર 486 થયો.

24 કલાકમાં 7,727 દર્દીઓ સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 3 લાખ 82 હજાર 426 થઇ છે તો એક્ટિવ કેસોની સંખ્યા વધીને 1 લાખ 21 હજારને પાર પહોંચી છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 412 થઇ છે જ્યારે સાજા થવાનો દર ઘટીને 74.93 ટકાએ પહોંચ્યો છે. રાજ્યના શહેરોની સ્થિતિ પર નજર કરીએ તો અમદાવાદમાં કોરોનાના 5,679 કેસ સાથે 27 લોકોના મોત થયા તો સુરતમાં 1,876 કેસ સાથે 25 દર્દીઓનો જીવ ગયો

જ્યારે રાજકોટમાં 598 કેસ સાથે 14 દર્દીઓના મોત નિપજ્યા તો વડોદરામાં 706 કેસ સાથે 16 દર્દીઓ મોતને ભેટ્યા તો જામનગરમાં 668 કેસ સાથે 14 દર્દીના મોત થયા તો કચ્છમાં પણ 9 દર્દીઓ કોરોનાનો ભોગ બન્યા. અન્ય શહેરોની વાત કરીએ તો સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને જૂનાગઢમાં 5-5 દર્દીના મોત થયા તો મહેસાણા, ભાવનગર, બનાસકાંઠા અને પાટણામાં 4-4 દર્દીના મોત થયા.

આ તરફ મોરબીમાં 3, જ્યારે ગાંધીનગર, અમરેલી, મહીસાગર, ભરૂચ, વલસાડ અને અરવલ્લીમાં બે-બે દર્દીના મોત નિપજ્યા તો દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટાઉદેપુર, દેવભૂમિદ્વારકા અને બોટાદમાં એક-એક દર્દીનું મોત થયું. સુરત શહેરમાં 1472 પોઝિટિવ કેસ સામે આવ્યા જ્યારે સતત બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો. કેસો ઘટવા છતાં બે ઝોનમાં કેસોનું સંક્રમણ યથાવત રહ્યું છે જેમાં અઠવા અને કતારગામ ઝોનમાં કેસો યથાવત છે. આ ત્રણ ઝોનમાં કેસો 200થી વધુ છે.

Next Video