Ahmedabad: કોરોના સંક્રમણ વધતા Micro Containment ઝોન વધીને 54 થયા

|

Mar 08, 2021 | 11:53 PM

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતાની સાથે જ Micro Containment ઝોનમાં પણ વધારો થયો છે. પાછલા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં વધુ 9 વિસ્તારોનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઉમેરો થયો છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતાની સાથે જ Micro Containment ઝોનમાં પણ વધારો થયો છે. પાછલા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં વધુ 9 વિસ્તારોનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં ઉમેરો થયો છે. આ વધારા સાથે શહેરમાં Micro Containment ઝોનનો કુલ આંક 54 પર પહોંચ્યો છે. કોરોનાના કેસો વધતા અમદાવાદ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં સર્વે હાથ ધરાયો હતો, જેમાં મણિનગર, ઘોડાસર, ખોખરા, નારણપુરા, સરખેજ, બોપલ, થલતેજનો સમાવેશ થાય છે. થલતેજમાં આવેલા ઈન્દ્રપ્રસ્થ ટાવરના કુલ 44 ફ્લેટનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરાયો છે.

 

 

આ પણ વાંચો: Ahmedabad: કોરોનાના કેસો વધતા તંત્ર હરકતમાં, ગાઈડલાઈનના ભંગ બદલ થશે કડક કાર્યવાહી

Next Video