Ahmedabad Corona Latest Update: અમદાવાદ સ્વામિનારાયણ કુમકુમ મંદિરે રદ કર્યો 200 વર્ષ જુનો ફુલડોલ ઉત્સવ

|

Mar 19, 2021 | 1:06 PM

Ahmedabad Corona Latest Update: અમદાવાદમાં સ્વામિનારાયણ કુમકુમ મંદિરે મહત્વપૂર્ણ નિર્ણય કોરોનાનું સંક્રમણ નાથવા લીધો છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ચાલતી પાછલા 200 વર્ષની ફૂલડોલ ઉત્સવની ઉજવણી આ વર્ષે મોકૂફ રાખવામાં આવી છે.

Ahmedabad Corona Latest Update: અમદાવાદ (Ahmedabad)માં સ્વામિનારાયણ કુમકુમ મંદિરે મહત્વપૂર્ણ નિર્ણય કોરોનાનું સંક્રમણ નાથવા લીધો છે. સ્વામિનારાયણ (Swaminarayan) સંપ્રદાય દ્વારા ચાલતી પાછલા 200 વર્ષની ફૂલડોલ ઉત્સવની ઉજવણી આ વર્ષે મોકૂફ રાખવામાં આવી છે. વધુ માણસો ભેગા ન થાય, કોરોનાનું સંક્રમણ લોકોમાં ન ફેલાય તે માટે મંદિર દ્વારા હોળી,ધૂળેટીના પર્વમાં થતી ફૂલડોલ ઉત્સવની ઉજવણી રદ કરાઈ છે.

જણાવવું રહ્યું કે અમદાવાદમાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેને લઈને કોર્પોરેશનથી લઈ સરકારનાં આરોગ્ય વિભાગમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સરકાર દ્વારા હવે કર્ફ્યુનાં સમયને લીને કડક બની છે તો વિવિધ મોલ, મલ્ટીપ્લેક્સ ,દુકાનો અને હોટેલો પર પણ લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે પ્રતિબંધો લાગુ કરી દીધા છે. ગુજરાતનાં 8 મોટા કોર્પોરેશન હેઠળ આવતા શહેરોની શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ પણ હવે બંધ કરી દેવામાં આવ્યું છે તે વચ્ચે અમદાવાદમાં સ્વામિનારાયણ કુમકુમ મંદિરે મહત્વપૂર્ણ નિર્ણય કોરોનાનું સંક્રમણ નાથવા લીધો છે. સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા ચાલતી પાછલા 200 વર્ષની ફૂલડોલ ઉત્સવની ઉજવણી આ વર્ષે મોકૂફ કરી દીધી છે કે જેથી કરીને કોઈ ભીડ ભેગી ન થાય અને સંક્રમણને હવા ન મળે તે માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ નિર્ણય જનતાનાં હિતમાં લેવામાં આવ્યો છે.

 

Next Video