Ahmedabad Corona: શહેરનાં ખાનગી હોસ્પિટલોનાં 81 ટકા બેડ ફુલ, હવે 774 બેડ જ ખાલી, ICUમાં પણ હાઉસફુલ

|

Apr 07, 2021 | 11:03 AM

Ahmedabad Corona: અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં 81 ટકા બેડ અત્યાર સુધીમાં ભરાયા છે જ્યારે 19 બેડ ખાલી છે.

Ahmedabad Corona: અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. શહેરની ખાનગી હોસ્પિટલમાં 81 ટકા બેડ અત્યાર સુધીમાં ભરાયા છે જ્યારે 19 બેડ ખાલી છે. ખાનગી હોસ્પિટલમાં ICU બેડ 82 ટકા ભરાય છે જ્યારે 18 ટકા બેડ ખાલી છે. 9 દિવસમાં 2967 બેડની સંખ્યા 3945 કરવામાં આવી હતી, જોકે વર્તમાન સમયમાં માત્ર 774 બેડ જ ખાલી છે.

 

ગુજરાતમાં કોરોના સંક્રમિતોના આંકડામાં રોજ ચિંતાજનક ઉછાળો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં તમામ મહાનગરોમાં કોરોનાની સૌથી વિકટ સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં એક દિવસમાં કોરોનાના 3280 નવા કેસ નોંધાયા તો કાળમુખો કોરોના 17 દર્દીઓને ભરખી ગયો જેમાં અમદાવાદ અને સુરત શહેરમાં 7-7 દર્દીના મોત થયા તો રાજકોટ શહેરમાં બે અને વડોદરા શહેરમાં 1 દર્દીનું મોત થયું.

અમદાવાદ શહેરમાં સૌથી વધારે કોરોનાના 798 કેસ નોંધાયા તો સુરત શહેરમાં 615 કેસ સામે આવ્યા. રાજકોટ શહેરમાં 321 અને વડોદરા શહેરમાં 218 પોઝિટિવ કેસ નોંધાયા. પાટણમાં પણ રીતસરનો કોરોના મહાવિસ્ફોટ થયો છે. રાજ્યના મહાનગરો બાદ એકમાત્ર પાટણ જિલ્લામાં જ 107 કેસ નોંધાયા છે. મહેસાણામાં 63 કેસ અને કચ્છમાં 35 કેસ નોંધાતા વહીવટી તંત્રની ચિંતામાં વધારો થયો છે.

આરોગ્ય વિભાગ તમામ જિલ્લામાં બેડ, ઓક્સિજન, દવા, ટેસ્ટિંગ કીટ વધારવા કામે લાગ્યું છે. રાજ્યમાં કોરોના રસીકરણ અભિયાન પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યમાં 3 લાખ 12 હજાર લોકોનું એક જ દિવસમાં રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યના સૌથી મોટા મહાનગર અમદાવાદને કોરોનાએ અજગરી ભરડામાં જાણે જકડ્યું છે.

અમદાવાદ શહેર અને જિલ્લામાં મળીને પાછલા 24 કલાકમાં 817 પોઝિટિવ કેસ સામે આવ્યા તો અમદાવાદ શહેરમાં 7 દર્દીઓના મૃત્યુ નિપજ્યા જેની સામે શહેર અને જિલ્લામાં મળીને 456 દર્દીઓ સારવાર બાદ સાજા પણ થયા છે.

 

Next Video