ટ્રાફિકના નવા નિયમ લાગુ થયા બાદ લોકો ખુદ પોલીસના જવાનોને સબક શીખવાડી રહ્યા છે, જુઓ VIDEO

|

Sep 08, 2019 | 3:27 PM

ટ્રાફિકના નિયમો બદલાયા બાદ વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ ઠાલવવા તેઓ પોલીસના જ જવાનોનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે. અમદાવાદના દિલ્લી ચલકા પાસે કાલુપુર વિસ્તારનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં લાખનસિંહ ગંગારામ નામનો પોલીસકર્મી દિલ્હી ચકલાથી રેંટિયાવાડી રોડ હેલમેટ પહેર્યા વિના બાઈક હંકારીને જઈ […]

ટ્રાફિકના નવા નિયમ લાગુ થયા બાદ લોકો ખુદ પોલીસના જવાનોને સબક શીખવાડી રહ્યા છે, જુઓ VIDEO

Follow us on

ટ્રાફિકના નિયમો બદલાયા બાદ વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ રોષ ઠાલવવા તેઓ પોલીસના જ જવાનોનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યા છે. અમદાવાદના દિલ્લી ચલકા પાસે કાલુપુર વિસ્તારનો આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જ્યાં લાખનસિંહ ગંગારામ નામનો પોલીસકર્મી દિલ્હી ચકલાથી રેંટિયાવાડી રોડ હેલમેટ પહેર્યા વિના બાઈક હંકારીને જઈ રહ્યા હતા એ દરમિયાન એક યુવકે તેનો વીડિયો ઉતારી લીધો. અને ત્યારબાદ ટ્રાફિક પોલીસના કર્મીને ઉભા રાખીને હેલમેટ નહીં પહેરવાનું કારણ પૂછ્યું શરૂઆતમાં તો ટ્રાફિક પોલીસના આ કોન્સ્ટેબલ ગુસ્સે થઈ જાય છે.

આ પણ વાંચોઃ કાજલ ઓઝા વૈદ્ય બાદ નીલકંઠ વર્ણી વિવાદમાં કટાર લેખક જય વસાવડાનું પણ બાપુને સમર્થન

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પરંતુ મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડ થતો જોઈને તરત જ નરમ પડી જાય છે. પહેલા તો જાગૃત નાગરિકનો મોબાઈલ ઝુંટવાનો પ્રયત્ન કર્યો પરંતુ રોડ પર સીસીટીવી હોવાથી પોલીસ કર્મી ઢીલો પડ્યો. ત્યારબાદ તે જાતે જ દંડ ભરવા તૈયાર થયો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

નવાઈની વાત તો એ છે કે જ્યારે સામાન્ય લોકો કાયદાનું ઉલ્લંઘન કરે તો પોલીસ તેમને 200થી 500 સુધીનો દંડ ફટકારે છે. અને તેમની પાસે લાયસન્સ, પીયુસી સહિતના દસ્તાવેજો પણ માંગવામાં આવે છે. અને દંડના ચલણમાં બાઈક નંબર પણ નોંધવામાં આવે છે. પરંતુ આ પોલીસ કર્મી પાસે ન તો કોઈ દસ્તાવેજો મંગાયા. એટલું જ નહીં પાવતીમાં ખોટો નંબર અને ખોટી કલમ લગાવાઈ અને માત્ર 100 રૂપિયા જ દંડ વસુલ્યો. ત્યારે દંડનું ચલણ આપનાર પોલીસ કર્મચારીની કામગીરી પર પણ શંકા સેવાઈ રહી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

એક તરફ પોલીસ કમિશનર પોલીસ જ ટ્રાફિકના કાયદાનું પાલન કરે તે માટે ટ્રાફિક ડ્રાઈવ ચલાવી રહ્યા છે. છતાં તેમના જ કર્મચારીઓ કાયદાની ઐસી કે તૈસી કરીને વાહનો ચલાવે છે. ત્યારે લોકો કાયદાનું પાલન કરે તેની અપેક્ષા રાખવી કેટલી વ્યાજબી છે?

Published On - 3:22 pm, Sun, 8 September 19

Next Article