VIDEO: અમદાવાદના બાવળાની સોસાયટીમાં 7 ચીની નાગરિકોનો વસવાટ, સ્થાનિકોએ ફરિયાદ કરતા આરોગ્યની ટીમોની તપાસ

ચીનમાં મોતનું તાંડવ મચાવનાર કોરોના વાઇરસથી વિશ્વભરમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે હવે અમદાવાદના બાવળામાં પણ કોરોના વાઇરસને લઇ ભયનો માહોલ બન્યો છે. બાવળાની એક સોસાયટીમાં ચીનથી આવેલા 7 નાગરિકો વસવાટ કરે છે. આ નાગરિકો એક ખાનગી કંપનીમાં કામ કરે છે. આ પણ વાંચો: સુરતમાં ભાજપના વોટ્સઅપ ગ્રૂપમાં કિશોર સોલંકી નામના કાર્યકરે અશ્લિલ VIDEO કર્યા […]

VIDEO: અમદાવાદના બાવળાની સોસાયટીમાં 7 ચીની નાગરિકોનો વસવાટ, સ્થાનિકોએ ફરિયાદ કરતા આરોગ્યની ટીમોની તપાસ
| Updated on: Feb 09, 2020 | 2:29 PM

ચીનમાં મોતનું તાંડવ મચાવનાર કોરોના વાઇરસથી વિશ્વભરમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે હવે અમદાવાદના બાવળામાં પણ કોરોના વાઇરસને લઇ ભયનો માહોલ બન્યો છે. બાવળાની એક સોસાયટીમાં ચીનથી આવેલા 7 નાગરિકો વસવાટ કરે છે. આ નાગરિકો એક ખાનગી કંપનીમાં કામ કરે છે.

આ પણ વાંચો: સુરતમાં ભાજપના વોટ્સઅપ ગ્રૂપમાં કિશોર સોલંકી નામના કાર્યકરે અશ્લિલ VIDEO કર્યા પોસ્ટ

જેનાથી સ્થાનિકોને કોરોના વાઇરસનો ચેપ લાગવાનો ભય સતાવી રહ્યો છે. જેથી સ્થાનિકોને આ અંગે આરોગ્ય વિભાગને ફરિયાદ કરી હતી. તો આરોગ્ય વિભાગે આ તમામ 7 ચીની નાગરિકોના આરોગ્યની ચકાસણી કરી હતી. ત્યારે ચીની નાગરિકોની હાજરીથી સ્થાનિકોમાં કેવો છે માહોલ આવો સાંભળીએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો