AHMEDABAD: નારોલમાં મૃત કબૂતરોનો બર્ડફ્લુ રીપોર્ટ નેગેટીવ, તંત્રએ લીધો રાહતનો શ્વાસ

|

Feb 05, 2021 | 10:09 PM

AHMEDABAD : શહેરના નારોલમાં મૃત કબૂતરોનો બર્ડફ્લુ રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બર્ડ ફલૂની શક્યતાને ધ્યાને રાખી બે મૃત કબૂતરના બોડી સેમ્પલ તરીકે ભોપાલ લેબમાં મોકલવામાં આવ્યા હતા.

AHMEDABAD : શહેરના નારોલમાં મૃત કબૂતરોનો બર્ડફ્લુ રીપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. બર્ડ ફલૂની શક્યતાને ધ્યાને રાખી બે મૃત કબૂતરના બોડી સેમ્પલ તરીકે ભોપાલ લેબમાં મોકલવામાં આવ્યા હતા. હાલ રિપોર્ટ નેગેટિવ આવતા ક્યાં કારણસર મોત થયા તે જાણવા AMCના હેલ્થ વિભાગને જાણ કરાઈ છે. આ કબૂતરોના મૃત્યુ એર પોલ્યુશનના કારણે થયા કે કેમિકલ રિએક્શનના કારણે થયા તે જાણવા વિવિધ વિભાગને જાણ કરાઈ છે. નારોલમાં ગત રોજ સુધી 190 અને આજે 14 મળી કુલ 204 કબૂતરના મોત થયા છે. બર્ડફ્લુનો રીપોર્ટ નેગેટીવ આવતા કબૂતરોના મોતના અન્ય કારણો જાણવા જો અન્ય કબૂતરના મોત થશે તો વધુ તપાસ કરવામાં આવશે.

 

 

આ પણ વાંચો: Rajkot: ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીની અઢળક આવક, હાલમાં યાર્ડમાં આવક બંધ કરાઈ

Next Video