AHMEDABAD : સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને ક્યાંક સગવડતા મળી, તો ક્યાંક અગવડતાનો સામનો કરવો પડ્યો

|

Aug 03, 2021 | 1:57 PM

સેવા સેતુ કાર્યક્રમ હેઠળ 7 ઝોનમાં કાર્યક્રમો યોજી દરેક સેન્ટર પર 55 થી વધુ મુદ્દે લોકોને મદદ પુરી પાડવામાં આવી. જેમાં સૌથી વધુ આધાર કાર્ડ સુધારા,રાશન કાર્ડ,મા કાર્ડ, 7/12 ઉતારા અને જાતિના દાખલા વગેરે સેવાનો લોકોએ સેવાનો લાભ લીધો.

AHMEDABAD : સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને ક્યાંક સગવડતા મળી,  તો ક્યાંક અગવડતાનો સામનો કરવો પડ્યો
AHMEDABAD : Beneficiaries in the sevasetu program found convenience somewhere, faced inconvenience somewhere

Follow us on

AHMEDABAD : રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થતાં સંવેદના દિવસ નિમિત્તે સેવાસેતુ કાર્યક્રમ યોજી શહેરીજનોની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે પ્રયાસમાં ક્યાંક સુવિધા તો ક્યાંક અગવડતા આવી સામે.રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાથી સંવેદનશીલ સરકારે સંવેદના દિવસ યોજી ઉજવણી કરી. સંવેદના દિવસ પર સેવા સેતુ કાર્યક્રમ યોજી ઉજવણી કરી કાર્યક્રમ અંતર્ગત શહેરમા દરેક ઝોનમાં કાર્યક્રમ યોજી લોકોની સમસ્યા દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

સેવા સેતુ કાર્યક્રમ હેઠળ 7 ઝોનમાં કાર્યક્રમો યોજી દરેક સેન્ટર પર 55 થી વધુ મુદ્દે લોકોને મદદ પુરી પાડવામાં આવી. જેમાં સૌથી વધુ આધાર કાર્ડ સુધારા,રાશન કાર્ડ,મા કાર્ડ, 7/12 ઉતારા અને જાતિના દાખલા વગેરે સેવાનો લોકોએ સેવાનો લાભ લીધો. લોકોએ પણ આ એક દિવસીય કાર્યક્રમને આવકાર્યો. થલતેજ ખાતે કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી લોકોને સુવિધાનો લાભ લેવા જણાવ્યું હતું.

તો બીજી તરફ સુવિધા સામે અગવડતાઓ પણ સામે આવી હતી.દરેક ઝોનમાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં ખોખરાના કોમ્યુનિટી વસાવડા હોલમા સેવાસેતુના કાયઁકમમા નાગરિકોના કામો રઝળ્યા હતા. કામ માટે આવનાર લોકોનો આક્ષેપ હતો કે તેઓ કલાકોથી કતારોમા ઉભા રહ્યાં અને જયારે નંબર આવ્યો ત્યારે સર્વર ઠપ્પ થતા ત્રણ કલાક સુધી તેઓએ રાહ જોવાનો વારો આવ્યો.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

સવારથી કતારોમા ભુખ્યા તરસ્યા નાગરિકોના સરકારી કામો નહિ થતા નાગરિકો એ રોષ વ્યક્ત કર્યો હતો. તો તમામ વિભાગોના ટેબલો પર સરકારી અધિકારીઓના સંતોષકારક જવાબ ના મળતા પણ નાગરિકો ધક્કે ચડ્યા હતા.

આમ, શહેરમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ક્યાંક કાર્યક્રમ મોટા ભાગે કાર્યક્રમ સફળ રહ્યો તો ક્યાંક લોકોને હાલાકી પડી હોવાનું પણ સામે આવ્યું. તો ક્યાંક ફરિયાદ કે રજુઆત કરવા આવનાર લોકોની સંખ્યા વધતા કોવિડ ગાઈડ લાઈનનો ભંગ થતો પણ જોવા મળ્યો.

આ પણ વાંચો : DAHOD : PM MODIએ અન્નોત્સવનો પ્રારંભ કરાવ્યો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે કરી વાતચીત

આ પણ વાંચો : AHMEDABAD : શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસમાં ગયા વર્ષની સરખામણીએ મોટો વધારો

Published On - 1:56 pm, Tue, 3 August 21

Next Article