Ahmedabad: રસીકરણનું ભારણ ઘટતા AMC નો મોટો નિર્ણય, લોકો આ સમય માટે બૂક કરાવી શકશે કોર્પોરેશનના હોલ

|

Nov 03, 2021 | 7:42 AM

બીજી લહેર બાદ કોર્પોરેશનના વિવિધ હોલમાં રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. જેમાં હવે કોરોના અને રસીકરણનું ભારણ ઘટતા લોકો માટે ખુલ્લા મુકવાનો નિર્ણય લીધો છે.

શહેરમાં કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના 100 ટકા લોકોને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. ત્યારે જણાવી દઈએ કે બીજી લહેર બાદ કોર્પોરેશનના વિવિધ હોલમાં રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. જેના કારણે હોલ અન્ય કામ માટે આપવામાં આવતા ન હતા. હોલમાં રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવતા હોલને ભાડે આપવામાં આવતા નહોતા. છેલ્લા આઠ મહિનાથી હોલમાં રસીકરણ સિવાયના કોઈ કાર્યક્રમો કરવાની પરવાનગી નહોતી.

પરંતુ હવે જ્યારે રસીકરણનું ભારણ ઘટ્યું છે અને કોરોનાનો કહેર પણ ઘયો છે, ત્યારે મહાનગરપાલિકાએ અન્ય પ્રસંગો માટે હોલ ભાડે આપવાની જાહેરાત કરી છે. લગ્ન પ્રસંગની સિઝન આવી રહી છે ત્યારે લોકોને પ્રસંગ માટે હોલ મળી રહે તે માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. હોલમાં સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી રસીકરણની કામગીરી શરૂ રાખવામાં આવશે અને સાંજના સમયે હોલ વિવિધ પ્રસંગો માટે આપવામાં આવશે.

 

આ પણ વાંચો: Petrol-Diesel Price Today : સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો તમારા શહેરમાં 1 લીટર ઇંધણની શું છે કિંમત?

આ પણ વાંચો: Ahmedabad: મનોરંજન પૂરતી મેટ્રોની મુસાફરી! 6 કિમી અંતર કાપવામાં 20 મિનિટ, રોજના આટલા લોકો જ કરે છે યાત્રા

Next Video