અમદાવાદ એરપોર્ટ બૉમ્બ મૂક્યા હોવાનો ફોન આવતા જ એકાએક એરપોર્ટ કરાયું ખાલી, જુઓ VIDEO

|

Feb 03, 2019 | 5:21 AM

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાના મેસેજ મળતા જ તંત્ર દોડતું થયું હતું. મુંબઈ એર ઈન્ડિયાના સ્ટાફને કોઈ વ્યક્તિએ ફોન કરી બૉમ્બ મૂક્યા હોવાની જાણકારી આપી હતી. ફોન કરનાર વ્યક્તિએ ઈન્સાઅલ્લાહથી વાતની શરૂઆત કરી. જુઓ VIDEO: વાતની શરૂઆતમાં જ તેણે કોકાકોલાના ટીનમાં બોમ્બ મૂક્યા હોવાની વાત જણાવી. આ ઉપરાંત સીરિયાના પ્રાઈવેટ જેટને અમદાવાદ એરપોર્ટ પર […]

અમદાવાદ એરપોર્ટ બૉમ્બ મૂક્યા હોવાનો ફોન આવતા જ એકાએક એરપોર્ટ કરાયું ખાલી, જુઓ VIDEO

Follow us on

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ હોવાના મેસેજ મળતા જ તંત્ર દોડતું થયું હતું. મુંબઈ એર ઈન્ડિયાના સ્ટાફને કોઈ વ્યક્તિએ ફોન કરી બૉમ્બ મૂક્યા હોવાની જાણકારી આપી હતી. ફોન કરનાર વ્યક્તિએ ઈન્સાઅલ્લાહથી વાતની શરૂઆત કરી.

જુઓ VIDEO:

વાતની શરૂઆતમાં જ તેણે કોકાકોલાના ટીનમાં બોમ્બ મૂક્યા હોવાની વાત જણાવી. આ ઉપરાંત સીરિયાના પ્રાઈવેટ જેટને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવાની પણ માગ કરી. ત્યારે તાત્કાલિક મુંબઈ એર ઈન્ડિયાના સ્ટાફે ઑથોરિટીને જાણ કરતાં અમદાવાદ એરપોર્ટ પર મેનેજરને આ સમગ્ર વાતની જાણ કરવામાં આવી. ત્યારે એરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક એરપોર્ટ ખાલી કરાવી તપાસ હાથ ધરી. શહેરના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ એરપોર્ટ પર પહોંચ્યા. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડે પણ તપાસ હાથ ધરી. જો કે, તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

ફોન કરનાર વ્યક્તિ અને એરપોર્ટ સ્ટાફ વચ્ચે 3.32 મિનિટ સુધી થઈ ફોન પર વાતચીત

મુંબઈ એર ઈન્ડિયાના સ્ટાફ પર આ ફોન આવ્યો હતો. જેમાં ઈન્સાઅલ્લાહથી વાતની શરૂઆત કરાઈ. આશરે સાડા 3 મિનિટ સુધી આ ફોન ચાલ્યો હતો. વહેલી સવારે 3 વાગ્યાને 38 મિનિટે આ ફોન આવ્યો હતો. આ બૉમ્બ કોકાકોલાના ટિનમાં મૂક્યો હોવાની વાત કરવામાં આવી. આ વાતચીત દરમિયાન એર ઈન્ડિયાના સ્ટાફે 3 વખત તે વ્યક્તિને તેનું નામ જણાવવાનું કહ્યું પરંતુ દર વખતે તેનો એક જ જવાબ રહ્યો કે, અમદાવાદ એરપોર્ટ ટર્મિનલ-2 પર બૉમ્બ મૂકાયો છે. સીરિયાથી ટેક-ઑફ થયેલા તેમના પ્રાઈવેટ જેટને અમદાવાદ એરપોર્ટ પર ઉતરવાની મંજૂરી આપો નહીં તો દોઢ કલાકની અંદર બૉમ્બ ફૂટશે. એર ઈન્ડિયાના સ્ટાફ મેમ્બરે બૉમ્બ ક્યાં અને કયા સ્વરૂપમાં મૂક્યો હોવાનો પણ સવાલ કર્યો તેના જવાબમાં ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે બૉમ્બ કોકાકોલાના ટીનમાં છે પણ બૉમ્બ શોધવાની કોશિષ ન કરો, બૉમ્બ તમને નહીં મળે. સાથે છે ફોન કરનાર વ્યક્તિએ એર ઈન્ડિયા સ્ટાફને તેમનો નિર્ણય પણ પૂછ્યો કે તેમના પ્રાઈવેટ જેટને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવાની પરવાનગી આપો છો કે નહીં, જેના જવાબમાં જ્યારે સ્ટાફ મેમ્બરે ફોન હોલ્ડ પર મૂકવા કહ્યું તે દરમિયાન ફોન કરનાર વ્યક્તિએ ફોન જ કાપી નાખ્યો. અને ત્યારબાદ આ સમગ્ર ઘટનાની જાણ અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીની કરવામાં આવી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

TV9 Gujarati

જુઓ VIDEO:

અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર બૉમ્બ મૂકાયો હોવાના ફોન અને મેસેજીસ મળતા આવ્યા છે. પરંતુ આ પહેલી વખત થયું હોય કે જ્યારે સીરિયાનું કોઈ કનેક્શન જોવા મળ્યું હોય. આ ઘટનાને ગંભીરતાથી લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાણવાજોગ દાખલ કરીને ઘટનાના મૂળ સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરાયા છે.

ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બૉમ્બની અફવા
ફોન કરનાર વ્યક્તિએ ઈન્સાઅલ્લાહથી ચાલુ કરી વાત
કોકાકોલાના ટીનમાં બોમ્બ મૂકાયા હોવાની કરી વાત
એરપોર્ટ પર 2 બોમ્બ મૂક્યા હોવાની જાણ કરી
સીરિયાના પ્રાઈવેટ જેટને અમદાવાદ ઉતારવાની કરી માગ
દિલ્હી એર ઇન્ડિયાએ અમદાવાદ એર ઇન્ડિયાના મેનેજરને કરી જાણ
બૉમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડે હાથ ધરી હતી તપાસ
તપાસ દરમિયાન કોઇ શંકાસ્પદ વસ્તુ નથી મળીએરપોર્ટ ઓથોરિટીએ તાત્કાલિક એરપોર્ટ કરાવ્યું ખાલી
અમદાવાદ શહેર પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારી એરપોર્ટ પર હાજર

[yop_poll id=1016]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 4:52 am, Sun, 3 February 19

Next Article