AHMEDABAD : ગુજરાત યુનિવર્સિટીમાં AIR FORCE ના પાયલટની તાલીમનો કોર્સ શરૂ થશે

|

Feb 01, 2021 | 4:33 PM

આવનારા સમયમાં ડિફેન્સની સાથે AIR FORCEમાં પણ ગુજરાતના યુવાનોને તક મળશે અને સાથે જ ભારતીય વાયુસેનામાં ગુજરાતના પ્રતિનિધિત્વમાં વધારો થશે.

AHMEDABAD : ગુજરાત યુનિવર્સિટીમાં AIR FORCE ના પાયલટની તાલીમનો કોર્સ શરૂ થશે
Gujarat University - Ahmedabad

Follow us on

ગુજરાતમાંથી ભારતીય વાયુસેના (INDIAN AIR FORCE)માં જોડાવા અને ખાસ કરીને ભારતીય વાયુસેનામાં પાયલટની કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવક-યુવતીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. અમદાવાદ સ્થિત રાજ્યની પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિફેન્સ સ્ટડી એન્ડ રિસર્ચ- IDSR અને એરફોર્સ વચ્ચે MOU થયા છે. જે અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીમાં AIR FORCE ના પાયલટની તાલીમનો કોર્સ શરૂ થશે.

એરફોર્સના અધિકારીઓ અભ્યાસ કરાવશે
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિફેન્સ માટેના વિવિધ શૈક્ષણિક કોર્સ શરૂ કરાયા છે. આવનારા સમયમાં ડિફેન્સની સાથે એરફોર્સમાં પણ ગુજરાતના યુવાનોને તક મળશે અને સાથે જ ભારતીય વાયુસેનામાં ગુજરાતના પ્રતિનિધિત્વમાં વધારો થશે. ગુજરાત સરકાર, ડીઆરડીઓ અને એર ફોર્સ વચ્ચે એમઓયુ થયા છે. એરફોર્સના અધિકારીઓ ડ્યૂટી લીવ સાથે યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવશે. આ માટે દરેક કોર્સમાં સીટ અનામત રખાશે. ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ઓછી ફીમાં એરફોર્સ અને ડિફિન્સમાં કરિયર બનાવવાની તક મળશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

એરફોર્સ એન્ડ એવિએશન સાયન્સના ચાર કોર્સ
ગુજરાત યુનિવર્સિટીમાં એરફોર્સ એન્ડ એવિએશન સાયન્સ ઉપરાંત ચાર પ્રકારના કોર્સ શરૂ કરાશે. જેમાં પીએચ ડી, એમબીએ, માસ્ટર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાનો સમાવેશ થાય છે. એમબીએમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ નેશનલ સિક્યુરીટી, ડિફેન્સ મેનેજમેન્ટ. એમએસસી ઇન નેશનલ સિક્યુરિટી એન્ડ ડિફેન્સ સ્ટડી અને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમાના ચાર કોર્સ શરૂ થશે. જેમાં કાઉન્ટર – ટેરરિઝમ સ્ટડી, સાયબર સિક્યોરિટી, જીયોપોલીટીક્સ એન્ડ મિલિટરી જીયોગ્રાફી, ડિફેન્સ એનાલિસીસ કોર્સ શરૂ થશે.

Next Article