Ahmedabad: અમદાવાદીઓનાં શ્વાસમાં શ્વાસ આવ્યો, ઓક્સિજનના વપરાશમાં થયો ઘટાડો

|

May 10, 2021 | 10:12 AM

અમદાવાદમાં (Ahmedabad) કોરોના સંક્ર્મણમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં કોરોના સંક્ર્મણનું પ્રમાણ વધ્યું છે. તો છેલ્લા કેટલાક દિવસથી સાજા થવાની સંખ્યામાં વધારો થયો છે. આ વચ્ચે અમદાવાદમાં રાહતના સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદમાં (Ahmedabad) કોરોના સંક્ર્મણમાં વધારો થયો છે. છેલ્લા કેટલાક સમયથી અમદાવાદમાં કોરોના સંક્ર્મણનું પ્રમાણ વધ્યું છે. તો છેલ્લા કેટલાક દિવસથી સાજા થવાની સંખ્યામાં વધારો થયો છે.  આ વચ્ચે અમદાવાદમાં રાહતના સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદમાં છેલ્લા 2-3 દિવસમાં કોરોનાના કેસ કરતા સાજા થવાની સંખ્યામાં વધારો થયો છે. તો કોરોના કેસમાં ઘટાડો થતા ઓક્સિજનના વપરાશમાં ઘટાડો થયો છે. 5 મેના રોજ 240 ટન ઓક્સિજનનો વપરાશ થતો હતો. 10 ટન ઘટીને 230 થયો છે. તો ઓક્સિજન પર રહેલા દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે.

અમદાવાદના નવરંગપુરા ખાતેના સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે શરૂ કરાયેલ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન ( Drive Through Vaccination ) કાર્યક્રમને ભારે સફળતા મળ્યા બાદ, હવે ડ્રાઈવ ઈન સિનેમા ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનનો કાર્યક્રમ હાથ ધરાશે.

ડ્રાઈવ ઈન સિનેમા ખાતે સવારે 9થી સાંજના પાંચ વાગ્યા સુધી વેક્સિનેશનની કામગીરી હાથ ધરાશે. 45 વર્ષથી મોટી ઉમરની વ્યક્તિને કોરોનાની રસી વિના મૂલ્યે આપવામાં આવશે. ડ્રાઈવ ઈન સિનેમા ખાતે શરુ કરાયેલ ડ્રાઈવ થ્રુ વેક્સિનેશનમાં સ્થળ ઉપર જ નોંધણી કરવામાં આવશે. રસી મૂકાવવા આવનારે આધારકાર્ડ સાથે રાખવું પડશે. પોતાના વાહનમાં આવનારને, ટેક્સી- કેબ અથવા રિક્ષામાં આવનાર વ્યક્તિને વિના મુલ્યે કોરોનાની રસી આપવામાં આવશે.

રાજ્યમાં આજે 9 મે ના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતમાં કોરોનાના સૌથી વધુ નવા કેસો નોંધાયા છે.  અમદાવાદમાં 2883, સુરતમાં 839, વડોદરામાં 790, રાજકોટમાં 351, જામનગરમાં 348 અને ભાવનગરમાં 224 કોરોનાના નવા કેસ નોધાયા છે.

Next Video