Ahmedabad: રાણીપનાં અનાજનાં ગોડાઉનમાં દરોડા, શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો

|

May 28, 2021 | 8:31 AM

Ahmedabad: અમદાવાદનાં પુરવઠા વિભાગના મદદનીશ નિયંત્રકોએ અનાજના ગોડાઉનમાં દરોડા પાડીને શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Ahmedabad: અમદાવાદનાં પુરવઠા વિભાગ(Civil and Food Supply)ના મદદનીશ નિયંત્રકોએ અનાજના ગોડાઉનમાં દરોડા પાડીને શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રાણીપમાં આવેલા ગોડાઉનમાં રાખેલો શંકાસ્પદ રેશનના અનાજ વિશે તંત્રનાં અધિકારીઓ પાસે માહિતિ પહોચી હતી જેના આધારે રેડ કરવામાં આવી હતી.

તંત્ર દ્વારા દરોડા બાદ પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલો શંકાસ્પદ અનાજનો જથ્થો રાજકુમાર ગુપ્તા અને મુકેશ જૈનનો હોવાનું સામે આવ્યું છે. રેશનનો જથ્થો ગોડાઉનમાં સંગ્રહ કર્યો હોવાની બાતમી મળતા ઘઉં અને ચોખાની કુલ 200 બોરીઓ હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

ગરીબો માટેનાં અનાજને બારોબાર સગેવગે કરી નાખતા આવા તત્વો પર છેલ્લા ઘણાં સમયથી પુરવઠા વિભાગની નજર હતી. પુરતી માહિતિનાં આધારે તંત્રનાં અધિકારીઓએ દરોડા પાડી દીધા હતા જેમાં ગેરરીતિ સાથે આ જથ્થા વિશે કોઈ નક્કર માહિતિ બંને દ્વારા આપવામાં ન આવતા પુરવઠા વિભાગે ઘઉં અને ચોખાની મળીને 200 જેટલી બોરીને સીઝ કરીને કબજામાં લીધી હતી.

Next Video